________________
૧૧૪
ધાર્મિક વહીવટ વિચાર ઘર(ફલેટ વગેરે)ની સગવડ કરી રાખું, જેની ઉપર મારી પૂરી સત્તા રહે, ટ્રસ્ટ બનાવું, ટ્રસ્ટીમંડળ બનાવું- પણ તે બધું મારા આધિપત્ય હેઠળ.”
આવી ભાવનામાંથી પોતાની માલિકી જેવાં ઘરો (ઉપાશ્રયો)નું સર્જન થાય છે. જૈનસંઘના ઉપાશ્રયમાં ટ્રસ્ટી લોકો સ્થિરવાસ કરવા માંગતા ત્યાગીઓને ઊતરવા દેતા નથી. કેમકે તેમ કરે તો અન્ય સાધુ-સાધ્વી તે સ્થળે ચોમાસુ કરવાની ઘણીવાર ના પાડે છે.
હવે આ સ્થિતિમાં વૃદ્ધાવસ્થાવાળાં સાધુ-સાધ્વી ક્યાં જાય ?
પૂર્વના કાળમાં જે તે ગામડામાં કે શહેરમાં તેવાં સાધુ-સાધ્વી સ્થિરવાસ કરતાં. દરેક ગામને ભાગે બે ત્રણ વૃદ્ધો આવે એટલે તેમની આજીવન સેવા તે ગામ સહેલાઈથી કરતું. પણ હવે ગામડાં તૂટયાં. વેપાર તૂટી જતાં વાણીઆ પણ તૂટયા. આથી સારસંભાળ તેઓ કરી જ ન શકે તેવી હાલત થઈ. .
આથી જ “ઘર” વસાવવાની નબળી મનોવૃત્તિનું ઠેરઠેર સર્જન થયું આમાં સૌથી મોટું નુકસાન તે વૃદ્ધની સાથે સહાયક વગેરે તરીકે રહેતાં સાધુ-સાધ્વીને-અતિ સંસક્ત વસતિના કારણે-થાય છે. જે ફલેટમાં તે રહેતાં હોય ત્યાં અંડિલ, માત્રુ પરઠવાય નહિ, લોકોને સૂગ ચડે. આથી ફરજિયાતપણે ફલેટનાં સંડાસ-બાથરૂમ વાપરવાં પડે. લાંબા ગાળા સુધી એક સ્થળે રહેવાથી અતિ પરિચય થતાં કાં તીવ્ર રાગ અથવા તીવ્ર વૈષ ઉત્પન્ન થાય. જે નોકરો, ગુરખાઓ, ઝાડૂ વાળતી બાઈઓ વગેરે હોય તેમની સાથે અતિ સંપર્ક થવાથી ભયાનક નુકસાન થાય.
જો લોકો ગોચરી-પાણી વહોરાવવા તરફ નફરત કરવા લાગે તો ફલેટના રસોડામાં જ રસોઈ કરાવવાનો સમય આવી જાય. આ બધું ચારિત્રધર્મને પાયમાલ કરનારું બની જાય.
સવાલ છે કે વિકલ્પ શું ?
સંઘના મોવડી શ્રાવકોએ જ આ વાત વિચારવી જોઈએ. આ વિષયમાં તેમની ઉપેક્ષા ધરાર સારી નથી.
મને અંગત રીતે લાગે છે કે નાના નાના પંદરથી વીસ સ્થિરવાસ કેન્દ્રો તીર્થની ભૂમિઓમાં ઊભાં કરાય તો આ પ્રશ્ન ઊકલી જાય. તેમાં * જયાં વૃદ્ધ સાધ્વીજીઓ રહે ત્યાં સાધુઓ ન રહે.