________________
૧૧૫
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી :
વૃદ્ધોની જેમ બીમાર અને અશક્ત સાધુઓની યોજનામાં સમાવેશ કરી લેવો જોઈએ.
જો કે આવાં સ્થિરવાસ-કેન્દ્રો પણ આ પ્રશ્નનો સાચો ઉકેલ તો નથી જ, પણ જ્યાં સુધી વિવિધ ગામોના સંઘો પોતે.વૃદ્ધો વગેરેને પૂર્વના કાળની જેમ સાચવી ન લે ત્યાં સુધી આ વિકલ્પ વગર છુટકારો નથી. આનાથી ડોળી કે ‘વહીલ ચેરના વૃદ્ધોના વિહારો બંધ થશે. અતિ સંસક્ત વસતિમાં પોતાનું ઘર લેવાની વાત ઉપર ચોકડી પડશે. તે અંગેના ચારિત્રભ્રંશાદિનાં નુકસાન દૂર થશે.
સ્થિરવાસ-કેન્દ્રમાં ય મુશ્કેલીઓ તો ઘણી છે. ખાસ કરીને, જાતજાતના વિચિત્ર સ્વભાવ ધરાવતી વ્યક્તિઓને ખૂબ સારી રીતે સાચવવાની જવાબદારી અદા કરવાનું કામ અતિ મુશ્કેલ છે. એમના માટે વૈદકીય સારવાર સંતોષજનક કક્ષાની હોવી જોઈએ. એમાં જો ખામી રહી જાય તો પણ તેઓ ખૂબ અસમાધિ પામે. ભારે આર્તધ્યાન કરે. આવું બધું ન થવા દેવા માટે શ્રાવક-શ્રાવિકાઓએ ઉપયોગ રાખવો જોઈએ. સતત ઉત્તમ કોટિના શ્રાવકોએ કે શ્રાવિકાઓએ-મીશનરી સંસ્થાની નર્સો વગેરેની જેમ-આ જ વાતનો ભેખ લેવો જોઈએ. તેમના સામાયિક, પૂજા, પ્રતિક્રમણ કરતાં ય વધુ મહત્ત્વ આ સાધુ-સેવાને તેમણે આપવું જોઈએ. ધન તો આ વિષયમાં ઘણું મળી રહેશે. એટલે જો દરેક સ્થિરવાસ-કેન્દ્રમાં બે થી ત્રણ ઉત્તમ ભેખધારી વ્યક્તિઓ ગોઠવાય તો આ કાર્યમાં જબરી સફળતા મળી શકે.
સવાલ : [૨] આજના કાળમાં ગુરુમંદિર બનાવવું શું યોગ્ય છે ?
જવાબ : માત્ર ગુરુમંદિર બનાવવું યોગ્ય જણાતું નથી. એવાં ઘણાં બધાં ગુમંદિરે જોવા મળે છે જે એકલ-દોકલ લત્તામાં કે ગામ-બહાર અગ્નિસંસ્કારની ભૂમિમાં હોવાથી જેની કશી કાળજી લેવાતી નથી. જ્યાં અશુચિ આદિ પુષ્કળ થાય છે; જયાં જુગારાદિ પણ રમાય છે.
કરવું જ હોય તો ગુરુમંદિર એ રીતે કરવું જોઈએ જેના મોટા હોલ વગેરેનો પ્રવચનાદિ કાર્યો માટે ઉપયોગ થઈ શકે. એ હોલના એક વિભાગમાં ગુરુ-મૂર્તિની સ્થાપના થાય. આ સમગ્ર ઇમારતને “મૃતિ