________________
૧૧૬
ધાર્ષિક વહીવટ વિચાર મંદિર” ગણવામાં આવે.
સવાલ : [૩] જૈનોની વસતિ વગરનાં ગામડાંમાં ગુરુવૈયાવચ્ચની રકમમાંથી સાધુ-સાધ્વી માટે રસોડાં ચલાવી શકાય ? ડોળીવાળાને, સંભાળનાર માણસ વગેરે ભોજનાદિ વ્યવસ્થા ગુરુ વૈયાવચ્ચની રકમમાંથી આપી શકાય ?
જવાબ : વિહારનાં ક્ષેત્રોમાં સાધુ-સાધ્વીજીને માટે જ ઉપાશ્રયોની તથા રસોડાની વ્યવસ્થા કરાતી ઠેર-ઠેર જોવા મળે છે. આ બન્ને “આધાકર્મ” દોષવાળાં બનવાથી સાધુ-સાધ્વી માટે અનિવાર્ય સંયોગ સિવાય ત્યાજય છે. આમ છતાં તેમનો ઉપયોગ ઘણાં બધાં સાધુ-સાધ્વીઓને ના છૂટકે કરવો પડે છે. હા, હજી પણ કેટલાંક વિશિષ્ટ સાધુ-સાધ્વીઓ છે જેઓ આ બન્ને વસ્તુનો-ખાસ કરીને-રસોડાનો ઉપયોગ કરતાં નથી. અજૈનોમાં જઈને જે મળે તે-રોટલા વગેરેથી નિર્વાહ કરી લે છે. અથવા વધુ લાંબા વિહારો કરીને તે દોષ ટાળે છે. વળી ,
આવા રસોડા ખાતે ગુર-વૈયાવચ્ચ ખાતાની રકમ વાપરી શકાય. વળી, અજૈન ડોળીવાળાઓ વગેરેને આ રકમ મજૂરી પેટે આપી શકાય ખરી. તે રીતે તેમના ભોજનાદિમાં પણ આ રકમ વાપરી શકાય. પરંતુ સાથે રહેલ જૈન માટેની વ્યવસ્થા સાધારણ ખાતામાંથી અલગ કરવી જોઈએ.
જો કે હાલમાં તો આ રકમ ઉપર્યુકત ઉપાશ્રયો અને રસોડાઓ ખાતે પણ વિવિધ સંઘો તરફથી મોકલાય છે, તેમાં વાંધો લેવાતો નથી.
સવાલ : [૪] વૃદ્ધ સાધ્વીજીઓ જ્યાં ત્યાં સ્થિરવાસ કરીને બેઠાં છે. લાંબા સમયથી રહેવાને કારણે તેમની ઉપર સ્થાનિક લોકોને અપ્રીતિ થાય છે. સાધ્વીઓ પણ કયારેક તિરસ્કારાય છે. આના કરતાં તેમના માટે વૃદ્ધાશ્રમો કરવા જોઈએ કે નહિ ?
જવાબ : ખેડૂતો ઢોર પાસે પૂરું કામ કઢાવી લઈને ઘરડું થતાં 'પાંજરાપોળે મૂકી દે છે. જેણે દાયકા બે દાયકાનો સંસાર ચલાવી આપ્યો તે ઢોરને મરતાં સુધી સરસ રીતે સાચવવું એ દરેક ખેડૂતની ફરજ છે. એ રીતે છૂટક છૂટક રેખાએલાં ઢોર સારી રીતે સચવાઈ જાય. પણ જો તેમનું પાંજરાપોળમાં કેન્દ્રીકરણ થાય તો મોટા સમૂહમાં તેમની માવજત બરોબર ન થતાં તેઓ ઊલટાં રિબાય.
વયોવૃદ્ધ સાધ્વીજીઓ માટે જો વૃદ્ધાશ્રમ કરવામાં આવે તો