________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૧૭
પાંજરાપોળનાં ઢોર જેવી હાલત થવાની મને પૂરી શકયતા જણાય છે. હા, જો પાંજરાપોળમાં નોકરશાહી ન હોય, મહાજનના શેઠ લોકો જાતે દિવસમાં બે વાર પૂરી દેખરેખ રાખતા હોય, પૈસા અને ઘાસના પૂળા માટે ગામે ગામે ફરતા હોય તો એ વાત જુદી છે. આવી પાંજરાપોળનાં ઢોર બરોબર સચવાઈ જાય.
એવું જ વૃદ્ધાશ્રમમાં છે. નોકરોને સાધ્વીજીઓ સોંપી દેવાને બદલે ગૃહસ્થોની ઘરવાળીઓ(સુશ્રાવિકાઓ) જો સાધ્વીજીઓની અંગત રીતે દેખભાળ કરે તો તેવા વૃદ્ધાશ્રમોમાં રિબાવાનું ન બને. પરન્તુ આવું બનવાની શકયતા ઘણી ઓછી છે.
સાધ્વીજીને મરણના છેલ્લા સમય સુધી સાચવવાં અને તેમને સમાધિદાન કરવું એ કામગીરી કોઈ ખાવાનો ખેલ નથી. તાજેતરમાં મને ચાર
એક ભાઈતેમની માતાએ જે એલાસા ખીલાના ય કરતાં-મોટું
કિસ્સાઓથી
દાન
(૪૧લાખ રૂ.) કરવાનું મને કહેલ. પરન્તુ મેં આ કાર્યના પ્રેરક બનવાની ના પાડી હતી.
સાધ્વીજીના વૃદ્ધાશ્રામમાં બાઈ ડૉક્ટરો, નર્સો પણ આવશ્યક રહે. નાનકડી હોસ્પિટલ પણ કરવી પડે. મોબાઈલ-વાનની જરૂર રહે. હજી આ બધું બની શકે પરન્તુ સાધ્વીજીઓની સારસંભાળ અને અંતસમય સુધી સમાધિદાન તો અતિ મુશ્કેલ છે.
વૃદ્ધાવસ્થાને કારણે મિજાજ બદલાઈ જતો હોય છે, અપેક્ષા અને અધીરાઈ વધી જતાં હોય છે, વાતે વાતે ઓછું આવી જતું હોય છે. આ સ્થિતિમાંથી યશ લઈને પાર ઊતરવાનું કામ અતિ મુશ્કેલ છે. આ કાર્યમાં જશ મળવાં કરતાં જુત્તાં મળવાની શકયતા ખૂબ રહે છે. આના કરતાં તો તે વૃદ્ધ સાધ્વીઓ જુદે જુદે ઠેકાણે સ્થિરવાસ કરે : તેમનો ભક્તવર્ગ હોય ત્યાં અથવા તેમના પરંપરાગત ઉપાશ્રયમાં અથવા તેમના વતનમાં-તો વધુ સારું. એકાદ સાધ્વીજી બહુ ભારે ન પડે. (જો કે આજે તો ઘરના વૃદ્ધ વડીલ-એકાદ હોય તો ય ભારે પડે છે. સંતાનો તેમને ઘરડાઘરમાં મૂકી દેવા લાગ્યાં છે.) એમની ચાકરી બરોબર થાય.
આમાં કદાચ થોડુંક વેઠવું પડે તો ય આ જ રીત બરોબર લાગે