________________
ધાર્મિક વહીવટ વિચાર
૧૧૮
છે. વૃદ્ધાશ્રમનો વિકલ્પ-ઉત્તમ કોટિની શ્રાવિકાઓની સેવા આપવાની તૈયારી વિના-કોઈ પણ હાલતમાં ઇચ્છનીય ન ગણાય.
ગૃહસ્થોનાં ઘરડાઘરોની હાલત જરા ય સારી નથી.
ધન તો ગમે તેમ કરીને ભેગું કરી શકાશે, દાતાઓ જરૂર મળી જશે, મકાન પણ ઊભું થઈ જશે પરન્તુ તે તન્ત્ર યશસ્વી રીતે ચલાવવાનું કામ અતિ મુશ્કેલ બની રહેશે. જે કોઈ આમાં આગળ વધે તે ખૂબ ખૂબ વિચારીને જ આગળ વધે.
શ્રાવક -
શ્રાવિકા (૬+૭) પ્રશ્નોતરી સવાલ : [૫] શ્રાવક, શ્રાવિકારૂપ તમામ દુ:ખી જૈન-લોકોને આર્થિક રીતે પગભર કરી દેવાય તો તેઓ જિનપૂજા, ગુરુભક્તિ, વહીવટસંભાળ વગેરે ઘણું બધું સરસ રીતે ન કરી શકે ?
ભાવના છે. આખા જગતને નિરોગી ધનવાન, બુદ્ધિમાન કરવા જેવ
આ
ઠીક વધ્યું છે. ગુપ્ત રીતે પુષ્કળ પ્રમાણમાં સાધર્મિક ભક્તિ થઈ રહી છે. પણ ગંદા રાજકારણ દ્વારા ઊભી કરાતી ગરીબીને કોઈ દૂર કરી શકે તેમ નથી. આભ ફાટયું છે ત્યાં શું કરવું ? બાકી પ્રયત્નો ચારે બાજુ ચાલી રહ્યા છે. દેખાતા નથી તે વાત સાચી છે. સમુદ્રમાંથી ડોલ પાણી ઉલેચાય તો તે શું દેખાય ? એટલો સમુદ્ર ખાલી તો થયો જ છે પણ તે દેખાય તો નહિ જ ને ?
સવાલ : [૯૬] સૌથી વધુ દાન શ્રાવક-શ્રાવિકા ખાતે ન કરવું જોઈએ?
જવાબ : અત્યારના સમયમાં આ વાત સાપેક્ષ રીતે સાચી છે. જો શ્રાવક-શ્રાવિકાનો પાયો મજબૂત હશે, તેઓ ધર્મચુસ્ત હશે તો જ બાકીનાં-ઉપરનાં-પાંચ ક્ષેત્રો મજબૂત બની શકશે. આ ક્ષેત્રમાં આપેલી
રકમ ઉપરનાં પાંચેય ક્ષેત્રોમાં જઈ શકે છે એ પણ આનો મોટો લાભ
છે.
ધાર્મિકો વિના ધર્મ ટકી શકતો નથી, માટે ધાર્મિકોને-જૈનધર્મના શ્રદ્ધાળુઓને-ટકાવવાની વાતને સૌથી ઊંચી અગ્રિમતા આપવી જોઈએ. સવાલ : [૯૭] સાત ક્ષેત્રનું જે સાધારણ ક્ષેત્ર છે, તેમાંથી અથવા