________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૧૯
શ્રાવક-શ્રાવિકા ખાતે જમા પડેલી રકમમાંથી જૈનોનું સ્વામીવાત્સલ્ય
થઈ શકે ખરું ?
જવાબ : સ્વામીવાત્સલ્યરૂપ ભક્તિ કરવામાં પણ વાંધો જણાતો નથી. અગ્રિમતા સિદાતાઓને આપવી જોઈએ.
સવાલ : [૯૮] મુમુક્ષુની દીક્ષાનાં ઉપકરણોની ઉછામણીની રકમ કયા ખાતે જમા થાય ?
જવાબ : હાલમાં સર્વત્ર ગુરુ-વૈયાવચ્ચ ખાતે જમા કરાવાય છે. સાધુ બનવાની એ લગભગ તૈયારીમાં છે : અથવા આ ઉપકરણો મુનિજીવનને લગતાં છે માટે ગુરુ-વૈયાવચ્ચ ખાતે લઈ જવાની પ્રથા ચાલે છે એમ લાગે છે. નિર્ધન દીક્ષાર્થીને અમુક પ્રકારની મદદ કરવામાં પણ આ બોલીની
રકમો કામ આવી શકે.
સવાલ : [૯૯] સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓ માટે દેવદ્રવ્યમાંથી ?
ભાડાની ચાલી વગેરે બનાવાય તેમને બાજુકી લોન આપી શકાય?
:
શકે, કેમકે જૈન શ્રાવકોનું મન તેથી દુભાતું રહે. તેને એવો ત્રાસ સતત રહ્યા કરે કે, “હું દેવદ્રવ્યનું વાપરું છું. કેવો અધમ છું.” વળી જો કર્મસંજોગે પૂરી રકમ ભરપાઈ ન થઈ શકી તો તે કુટુંબ સહિત બરબાદ થાય. તેનો અનંત સંસાર થઈ જાય. આવી સ્થિતિમાં ઉદારચરિત શ્રીમંતોએ આગળ આવવું જોઈએ. બસો-પાંચસો રૂ. ની મદદ કરવા કરતાં આજીવિકાનો કાયમી ઉકેલ લાવી આપે તેવો ધંધો વગેરે કરવા માટે વગર વ્યાજની લોન અપાય તો સારું, જેના હપ્તા બહુ નાનકડી રકમના હોય. આમ થાય તો તે શ્રાવક ગૌરવભેર દુનિયામાં ઊભો રહે. મફતનું ખાધાનું દુઃખ તેને કદી થાય નહિ. શ્રીમંતોએ તેવી લોન પાછી મેળવવા બાબતમાં જરા ય અપેક્ષા રાખવી નહિ. આજે તો ઘણી જાતના ગૃહઉદ્યોગો નીકળ્યા છે. તે અંગે પણ ધનવાનો વિચારી શકે.
સવાલ : [૧૦૦] જે ગામોમાં કોઈ જૈન નથી ત્યાં જૈન કુટુંબોને વસાવીને વિહારમાં આવતાં સાધુ-સાધ્વીજીના ગોચરી આદિના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય ખરો ?
જવાબ : આ રીતે પ્રશ્નનો ઉકેલ આવશે કે નહિ એ વાત કરતાં