________________
૧૧૨
ધાર્મિક વહીવટ વિચાર સૂરિજીએ જીર્ણોદ્ધાર આદિમાં ઉપયોગ કરવા કહ્યું, અથવા કયાંક ગુરુદેવે સાધારણ ખાતાના દાબડામાં (ભદ્રેશ્વરસૂરિજી કૃત ‘કહાવલી’ તથા ‘પ્રભાવક ચરિત્ર'માં) લઈ જવા પ્રેરણા કરી. કયાંક (પ્રબંધ ચિંતામણીમાં) ગરીબ લોકોને ઋણમુક્ત કરી દેવાના ઉપયોગમાં તે રકમ લેવાનું જણાવ્યું છે.
- પૂજય પાદલિપ્તસૂરિજીને રાજાએ વસ્ત્રો ભેટ કયાં હતાં. એ વસ્ત્રો બ્રાહ્મણોને અપાયાં છે.
આગ્રામાં પૂ. મહોપાધ્યાયજી યશોવિજયજી મ.સા.ના ચરણે આગ્રાસંઘે સાતસો રૂપિયા મૂકયા હતા. (જુઓ સુજસવેલિરાસ, બીજી ઢાળ) આ રકમ પૂજ્યશ્રીની સૂચનાથી પુસ્તકો બનાવીને વિદ્યાર્થીઓને વહેંચી આપવામાં આવ્યાં હતાં.
આગરાઈ સંઘ સાર, રૂપૈયા સાતસે હો લાલ, મૂકે કરી મનહાર આગે જસને પગે હો લાલ, / પોઠાં પુસ્તક તાસે, કરાય ઉમંગમ્યું હો લાલ છાત્રોને સવિલાસ, સમાવ્યા રંગમ્યું હો લાલ
આ ઉપરથી એવું કહી શકાય કે ગુરુદ્રવ્ય માટેની જે પરંપરા આગળ કરાય છે તે જીર્ણોદ્ધારમાં વાપરવાની પરંપરા નથી.
ઉપરના પાઠો તો “ગુરુદ્રવ્યને દેવદ્રવ્ય” તરીકે હરગિજ ગણતા નથી. વળી જ્યાં ગુરુદ્રવ્યય જીર્ણોદ્ધારમાં વાપરવાનું સૂચન થયું છે ત્યાં પણ “આદિ” શબ્દ તો નવ્ય-ચંત્યકરણ શબ્દની સાથે મૂકયો જ છે.
હવે “આદિ” શબ્દથી કોનો સંગ્રહ કરવો ?
જીર્ણોદ્ધાર અને નવ્યત્યકરણ પછી તેને જ આદિ શબ્દથી લેવાય જે “ગોરવાઈ સ્થાનો” હોય એમ ત્યાં કહ્યું છે. તો ગુરુદ્રવ્યથી ઊંચેનાં ખાતાઓ-જેમાં જ્ઞાનખાતું પણ આવે છે તેને ગૌરવર્ણ સ્થાન કેમ કહી ન શકાય ? આમ ગુરુદ્રવ્ય જ્ઞાનખાતે પણ વાપરવામાં સંમતિ આપવી પડશે, વળી ગુરુપૂજા કરનારા શ્રાવકો માટે ગુરુ (સાધુ-સાધ્વી) પણ ગૌરવાઈ સ્થાન છે, તેનો સંગ્રહ કરવો પડશે. જો ગુરુવૈયાવચ્ચનું સ્થાન પણ “આદિ” શબ્દથી સ્વકારાય તો જ “શ્રાદ્ધજિત કલ્પમાં” ગુરુદ્રવ્યની ચોરી કરનારને પ્રાયશ્ચિત્તરૂપે તેટલી રકમ ગુરુ-વૈયાવચ્ચ કરતા વૈદ્યાદિને વસ્ત્રદાનાદિ રૂપે આપવાની જે વાત કરી છે તે ઘટી શકે. જો ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ