________________
૧૧
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
વળી, સાધ્વીઓએ સવારે પ્રકાશ થતાં પૂર્વે બિલકુલ વિહાર કરવો જોઈએ નહિ, જે અકસ્માત થાય છે તે અંધારાના વહેલા વિહારમાં જ મોટેભાગે થાય છે.
સવાલ :[૪૯] વૃદ્ધ કે અતિ ગ્લાન સાધ્વીજીને સ્થિરવાસ કરાવવા માટે પ્રાયઃ કોઈ સંઘ તૈયાર થતો નથી. આથી તેઓ જ્યાં ત્યાં હડધૂત થાય છે. આના પ્રત્યાઘાતરૂપે પોતપોતાના અંગત ફલેટોની ખરીદી થવા લાગી છે, તે યોગ્ય છે ?
જવાબ : ના.....આ જરા ય યોગ્ય નથી. આવા ફલેટોના ચૅડિલ, માત્રુના પ્રશ્નો કરતાં ખૂબ વિકરાળ પ્રશ્ન સહવર્તી યુવા-સાધ્વીજીઓના શીલ-સંબંધમાં છે. ફલેટની સોસાયટીના અન્ય લોકો તરફથી આ મોટું જોખમ ઊભું થવાની પૂરી સંભાવના રહે છે.
ખાનગી માલિકી જેવા ફલેટોના ભયને જોઈને એમ કહેવાનું મન થાય છે કે વૃદ્ધ વગેરે પ્રકારનાં સાધ્વીજીઓ માટે નાના નાના અનેક સ્થિરવાસાલયો વસતિવાળા પ્રદેશોમાં ઊભાં થવાં જોઈએ. પરંતુ આમાં ય જો નોકરશાહીથી કામ લેવાનું હોય તો રિબાઈને મરવાનો સવાલ ઊભો થઈ જાય. એટલે જ ગીતાર્થોએ મળીને આનો કોઈ યોગ્ય રસ્તો કાઢવો જોઈએ.
બાકી જો પોતપોતાના વતન વગેરેમાં જે સંઘશાહી રીતે સ્થિરવાસ કરે તો બહુ સરસ રીતે બધું સચવાઈ જાય. ભૂતકાળમાં આ જ વ્યવસ્થા હતી.
સવાલ : ૯િ૦] ગુરુ પૂજનની રકમ શેમાં જાય ? આ અંગે શાસ્ત્રપાઠ અને પરંપરા બને જોવા મળે છે તો અમારે શું કરવું ?
જવાબ : ગુરુની પૂજા પૂર્વે વસ્ત્રાદિથી થતી હતી. છતાં વિક્રમ, કુમારપાળ વગેરે રાજાઓએ સુવર્ણાદિથી પૂજા કરી એટલે ગીતાર્થ આચાર્યોએ વસ્ત્રાદિદાનને ભોગાઈ ગુરુદ્રવ્ય કહ્યું. પણ સુવર્ણાદિ દાનને પૂજાઈ ગુરુદ્રવ્ય કહ્યું. સુવર્ણાદિનો સીધો ગુરુ ઉપભોગ ન કરી શકે, અડી પણ ન શકે માટે તેનો ભોગાઈ ગુરુદ્રવ્ય તરીકે નિષેધ કર્યો.
આ રાજાઓએ સુવર્ણાદિથી પૂજા કરી પછી ગુરુઓને પૂછવામાં આવ્યું કે, “આનો શું ઉપયોગ કરવો ?' જવાબમાં સિદ્ધસેન દિવાકર