________________
૧૧૦
ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૪૬] વૈયાવચ્ચના ફંડની રકમમાંથી ગરીબોની હોસ્પિટલાદિમાં અનુકમ્યા થઈ શકે ? આ રકમની લાવેલી વસ્તુઓ ગુરુમહારાજ ગૃહસ્થોને આપી શકે ?
જવાબ : બંને સવાલોનો જવાબ સ્પષ્ટ નકારમાં છે : કદાપિ નહિ. હા, જે એવી વસ્તુઓ હોય કે જે સાથે રાખી શકાય તેમ ન હોય તેવી ગ્લાનાવસ્થામાં ચટાઈ વગેરે લેવી પડે તો વૈયાવચ્ચ ખાતેની રકમમાંથી તે લાવવી નહિ અને ગૃહસ્થ સ્વદ્રવ્યથી લાવેલી તે ચટાઈ વગેરે સાધુએ વહોરવી નહિ, પરંતુ ગૃહસ્થ થકી રાખવી અને કામ પૂરું થતાં ગૃહસ્થને ભળાવી દેવી (પરત કરી દેવી). દવાઓ પણ વધી પડે છે માટે તે બાબત પર આવું કહી શકાય. પણ પાતરા, કપડાં, કામળી વગેરે માટે તો આવો વ્યવહાર ન જ કરી શકાય.
સવાલ :[૮] જે ગામોમાં વૈયાવચ્ચની રકમની આવકનું સાધન ન હોય તેઓ વૈયાવચ્ચનો ખર્ચ કેવી રીતે કાઢે ?GOી .
જવાબ : જે નગરોમાં મુમુક્ષની દીક્ષાઓ અવારનવાર થતી હોય ત્યાં જ ઉપકરણોની ઉછામણી બોલાય તેની રકમ તે સંઘોએ જરૂરવાળા ગામોમાં મોકલવી જોઈએ. જે વૈયાવચ્ચનાં રસોડાઓ ચાલતાં હોય તેમાં ય તે સંઘોએ સહાયક બનવું જોઈએ. દર વર્ષે તે ગામો પોતાનો સંપૂર્ણ ખર્ચ મોકલી આપે અને સંઘો તે પૂરેપૂરી રકમ તેમને મોકલી આપે. આમ મોટાભાઈએ નાનાભાઈને મદદ કરવી જ જોઈએ.
સવાલઃ[૮૮] ખાસ કરીને સાધ્વીજીઓને શીલરક્ષા અંગે માણસ સાથે રાખવાની જરૂર રહે છે તો વૈયાવચ્ચ ખાતેથી તેનો પગાર અપાય ખરો ?
જવાબ : હા, તે માણસ અર્જન હોવો જોઈએ. સાધ્વીજીના વિહાર અંગે આવી વ્યવસ્થા દરેક ગામે થવી જોઈએ.
ગામનાં ત્રણથી પાંચ જૈન બહેનો (અથવા ભાઈઓ) સાધ્વીજીની સાથે બીજા ગામ સુધી વિહારમાં સાથે રહે, બીજા ગામના શ્રાવકોને, સાધ્વીજી સોંપ્યા પછી જ તે પોતાને ગામ પાછા આવે. હવે એ બીજા ગામના ભાઈઓ તેમને મુકવા ત્રીજા ગામ સુધી જાય. જો આ રીતે કરાય તો શીલરક્ષાનો પ્રશ્ન સરળતાથી ઊકલી જાય.