________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૦૯.
દૃષ્ટાન્ત લઈને કેટલાક સમુદાયો આ રકમને માત્ર દેવદ્રવ્યમાં લઈ જવાનું જણાવે છે. તે યુક્તિસંગત જણાતું નથી.
ગુરુની જે કોઈ વૈયાવચ્ચ હોય-તેમને ઔષધ આપવું, ડોળી ઉપાડવી, સેવા માટે માણસ રાખવો, વિહારમાં જ્યાં શ્રાવકોનાં ઘરો જ ન હોય ત્યાં વૈયાવચ્ચરૂપે રસોડું ચલાવવું....વગેરે બાબતોમાં આ રકમ વાપરવામાં આવે છે. કેટલાક કહે છે કે, ‘પેટમાં જતી વસ્તુ આ રકમમાંથી ન લવાય.' જોકે હાલમાં વ્યવહાર તો એવો જોવામાં આવે છે કે, આ રકમ પેટમાં જતી વસ્તુ-ઔષધ કે આહારપાણી-માં પણ વપરાય છે. આ અંગે ગીતાર્થ વડીલો યોગ્ય નિર્ણય કરશે એવી આશા છે.
સવાલ : [૮૪] કાળધર્મ અંગેની ઉછામણીની રકમ શેમાં જાય?
જવાબ : ભૂતકાળમાં આ ઉછામણી બોલાતી ન હતી એટલે એનો શાસ્ત્રપાઠ મળી શકે નહિ. જે નવી વસ્તુ શરૂ થાય તેમાં પરંપરા જોવી પડે, અથવા વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યોનો નિર્ણય માન્ય રાખવો પડે. તે નિર્ણય હંમેશ શાસ્ત્રસાપેક્ષ જ કહેવાય.
કાળધર્મની ઉછામણી ગુરુભક્તિ સ્વરૂપ હોવાથી કયારેક ગુરુમંદિર બનાવવામાં અથવા જિનભક્તિમાં લઈ જવાઈ છે, કયારેક ઉપાશ્રય બાંધકામમાં તો કયારેક જીવદયામાં પણ લઈ જવાઈ છે. કયારેક ગુરુવૈયાવચ્ચ ખાતે (ખાવા સિવાયના) પણ લઈ જવાઈ છે.
સવાલ : [૮૫] ગુરુ-વૈયાવચ્ચની રકમમાંથી ગુરુની કઈ વૈયાવચ્ચ થાય ?
જવાબ : ગુરુની ગ્લાન અવસ્થામાં તેમને જરૂરી બધી બાબતોનો ખર્ચ આ રકમમાંથી થઈ શકે, ડોળીવાળાનો પગાર, અજૈન માણસ રાખવો પડે તેનો પગાર પણ આપી શકાય. વળી કપડાં, પાતરાં વગેરે ઉપધિ પણ લાવી શકાય.
પરંતુ જે વસ્તુઓ મહાવ્રતોને બાધ પહોંચાડે તેવી હોય તે વસ્તુઓઆજની મોહજનક વૈભવી વસ્તુઓ, કન્નોવાળી વસ્તુઓ, શોખની વસ્તુઓ, વૈજ્ઞાનિક શોઘખોળોની વસ્તુઓ, તો વૈયાવચ્ચરૂપે લાવી શકાય નહિ. ગૃહસ્થોએ સ્વદ્રવ્યથી પણ આવી વસ્તુઓ લાવી આપીને મુનિઓના મહાવ્રતોને જોખમમાં મૂકવાં જોઈએ નહિ.