________________
૧૦૮
ધાર્મિક વહીવટ વિચાર પરન્તુ સાવ નવા જમાનાની રીતરસમના ધાર્મિક કહેવાતા એકમાત્ર પોતાનાં વ્યાખ્યાનનાં પુસ્તકોનું પ્રકાશને જ્ઞાનખાતાની રકમમાંથી ન કરાવાય તો સારું. છેવટે આવાં પુસ્તકો માટે જ્ઞાનખાતેથી રકમ લેવી. પુસ્તકોનું વેચાણ થઈ જાય એટલે વ્યાજ સાથે તે રકમ જ્ઞાનખાતે પરત કરી દેવી. આમ કરવા કરતાં ગૃહસ્થો પાસેથી જ ભેટ મેળવીને આ કામ કરવું તે યોગ્ય ગણાય.
સવાલ : [૧] સંસ્કૃત આદિ શિખવાડીને પંડિત બનાવવા અજૈન વ્યક્તિનો તમામ ખર્ચ જ્ઞાનખાતાની રકમમાંથી આપી શકાય ? ભવિષ્યમાં પંડિત બનીને તે વ્યક્તિ ઘણા સાધુ-સાધ્વીને ભણાવે તે મોટો લાભ નથી ?
જવાબ : હા, આમાં કોઈ વાંધો જણાતો નથી. તે ખર્ચ તેના માટે યોગ્ય ગણાતા પગાર જેટલો થવો જોઈએ. અથવા તેની વિશિષ્ટતા પ્રમાણે થવો જોઈએ. ગમે તેમ તોય જ્ઞાનખાતાની રકમ છે તેનો બેફામ ઉપયોગ તો ન જ થઈ શકે. વળી કંજૂસાઈ પણ ન થવી જોઈએ.
વળી એ માણસ ભવિષ્યમાં સદા માટે પંડિતના જ વ્યવસાયમાં રહે તેવી ખાત્રી હોવી જોઈએ. આજે અન્ય વ્યવસાય મળતાં જ ઘણા પંડિતો પોતાનો વ્યવસાય છોડી દેતા હોય છે.
સવાલ :૮૨] જ્ઞાનખાતાના પૈસાથી બનેલ જ્ઞાનભંડારમાં બેસીને સાધુ-સાધ્વી કે ગૃહસ્થો પુસ્તક-વાંચન કે ભોજનાદિ કરી શકે ?
જવાબ : હા, જ્ઞાનખાતાની રકમથી બનેલ જ્ઞાનભંડારમાં પુસ્તક વાંચન કે સ્વાધ્યાય વગેરે સાધુ-સાધ્વી કરી શકે, પરનું ભોજનાદિ કરી શકે નહિ. તેવું કયારેક બની ગયું હોય તો તેટલા દિવસનું ભાડું ગણીને તે રકમ જ્ઞાનખાતે ભરી દેવાની વ્યવસ્થા ગૃહસ્થ પાસે કરાવવી જોઈએ.
- સાધુ સાધ્વી (૪૫) પ્રશ્નોતરી સવાલ : [૩] ગુરુના ચરણે નાણાંનુ પૂજન, ગુરુને કામળી વહોરાવવાનું ઘી વગેરે રકમો કયા ખાતે જમા થાય ?
જવાબ : ‘શ્રાદ્ધજિતકલ્પ’માં આવેલા પ્રાયશ્ચિત વિધિ અન્તર્ગત પાઠ પ્રમાણે આ રકમ ગુરુ-વૈયાવચ્ચ ખાતે જાય. જ્યારે વિક્રમરાજા વગેરેનાં