________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૦૭ જવાબ : અતિવિશિષ્ટ કારણ વિના અને ગીતાર્થ સુવિહિત ગુરુઓની સંમતિ વિના છપાય તે ઉચિત જણાતું નથી. આવાં કાર્યો કરવા જ હોય તો ગૃહસ્થોના ધનથી જ કરવાં જોઈએ. પ્રાચીનકાળના મહાગીતાર્થ મહાપુરુષોનું સાહિત્ય અતિ મૂલ્યવાન છે. તેને નષ્ટ ન થવા દેવા માટે, તેના રક્ષણ વગેરે માટે જે આ ખાતાની રકમ વપરાય તે જ તેનો શ્રેષ્ઠ ઉપયોગ ગણાય.
સવાલ : [૩૮] જ્યાં ને ત્યાં સંઘોમાં જ્ઞાનખાતાની મોટી રકમ જમાં પડી છે, તે એકઠી કરીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ શું થઈ શકે ?
જવાબ : જો જ્ઞાન ખાતાના લાખો રૂ. યોગ્ય સ્થળે એકત્રિત થાય તો લહીઆઓ તૈયાર કરવા માટેની અજૈન લહઆઓની સ્કૂલ ચલાવવી જોઈએ. તે પછી-એમને તૈયાર કર્યા બાદ-ઢગલાબંધ ધૃત લખાવવું જોઈએ. વિદ્વાનોને પગારથી રોકીને તે તપાસાવવું જોઈએ. આ માટે ઉત્કૃષ્ટ કોટિનાદીર્ઘજીવી-કાગળ ખાસ પ્રયત્નથી ગૃહસ્થોએ કાશમીર વગેરે સ્થળે બનાવરાવવો જોઈએ. આમ થશે તો જ સમ્યજ્ઞાન ટકી શકશે. મારા સાંભળવા મુજબ વિવિધ ભંડારોમાં દસ લાખ હસ્તલિખિત પ્રતો એવી છે જેની પોથી કદી ખોલવામાં આવી નથી. આ બધું શ્રુત કાળના ઝપાટામાં સાફ થઈ જશે તો ભાવી જૈન-સંઘ અનાથ બની જશે.
સવાલ : [૩૯] લહીઓને પ્રતો લખવવાનું શિખડાવવા જ્ઞાનખાતામાંથી લહીઆ સ્કૂલ ચલાવી શકાય કે નહિ ? નવા લહીઆ વિદ્યાર્થીઓને ભોજનાદિનો ખર્ચ જ્ઞાનખાતામાંથી આપી શકાય કે નહિ?
જવાબ : હા, આ બધું થઈ શકે, પરન્તુ તે લહીઓ થનારી વ્યક્તિ અજૈન હોવી જોઈએ. તેમજ તે લહી આને ભોજન-ખર્ચ જે અપાય તે તેના પગાર પેટે હોવો જોઈએ. આવી કોઈ યોજના થાય તે ખૂબ જરૂરી છે, નહિ તો દીર્ધાયુષ્ય ધરાવતું આ હસ્તલેખન બંધ પડી જશે. ઝેરોકસ કે મુદ્રણનું આયુષ્ય તો અતિ અલ્પ હોય છે.
સવાલ : [૮૦] સાધુ-સાધ્વી કેવા પ્રકારનાં પુસ્તકોનું પ્રકાશન જ્ઞાનખાતામાંથી કરાવી શકે ?
જવાબ :૨ મુખ્યત્વે પ્રાચીન ગ્રન્થોનું પ્રકાશને યોગ્ય ગણાય. અથવા તેવા ગ્રન્થોનાં ભાપાત્તરો કે વિવેચનોના ગ્રન્થોનું પ્રકાશન પણ યોગ્ય ગણાય.