________________
પપ
જનરલ સૂચનો ધંધો કે જે માનવજાતને બેકાર, ગરીબ અને માંદી બનાવીને હણવાનું કામ કરે છે)માં જ રોકે છે. આપણી દેવદ્રવ્ય વગેરેની રકમ આવાં કાર્યોમાં સરકાર વાપરે તે જરાક પણ ઉચિત નથી.
જો આપણે આપણા ગરીબ સાધર્મિક ભાઈઓને ધંધો કરવા માટે દેવદ્રવ્યાદિની રકમ લોન પેટે સારું વ્યાજ લેવા સાથે આપીએ તો તેની દેવદ્રવ્યની રકમ વાપરવા અંગેની સૂગ ખતમ થઈ જાય. તેની પરિણતિ નિષ્ફર બની જાય. આથી આપણે ધાર્મિક જીવોને પણ દેવદ્રવ્યની રકમ આપતા નથી. તો હવે સવાલ થાય છે કે હિંસા કરતી બેંકોને તે રકમ શી રીતે આપી શકીએ ? પરંતુ ભારે કમનસીબીની વાત છે કે દરેક ધાર્મિક સંસ્થાને પોતાનું ટ્રસ્ટ બનાવવું અને સરકારમાં (ચેરિટી કમિશ્નનરની
ઓફિસમાં) રજિસ્ટર કરાવવું એ ફરજિયાત છે અને તેવાં રજિસ્ટર ટ્રસ્ટોની રકમ સરકારી બેંકોમાં અને સરકાર માન્ય કેટલીક કંપનીઓ વગેરેમાં મુકવાનું ફરજિયાત હોવાથી બધી રકમ બેંકો વગેરેમાં જ મૂકવી પડે છે.
આમ શાહુકારોને આ રકમ વ્યાજે આપી શકાતી નથી. વળી હવે તો તેમાં ય મોટું જોખમ છે. કેમ કે ગમે ત્યારે ગમે તેવી સદ્ધર પેઢીઓ પણ ઊઠી જતી હોય છે.
જે ખાનગી કો-ઑપરેટિવ બેંકો હોય છે તેને સરકારની માન્યતા મળે છે ખરી અને તેથી જો જૈનોની તેવી બેંકો થાય તો તેમાં ધાર્મિક દ્રવ્યનાં નાણાં મૂકી શકાય. તેમ કરવાથી હિંસક કાર્યોમાં આ નાણાં રોકવાની શક્યતા ન રહે પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ કો-ઑપરેટિવ બેંક જો ફડચામાં જાય તો આ રકમ ડૂબી જાય. જ્યાં સુધી આવી બેંકોના ડાયરેક્ટરો અત્યન્ત સજ્જન છે, ત્યાં સુધી તો આ સવાલ આવે નહિ પરંતુ નવી ચૂંટણીમાં નવો ફાલ આવે અને તેની સજ્જનતા શંકાસ્પદ હોય તો નાણાં ડૂબી જવાની શક્યતા પૂરી રહે. •
સરકારી બેંકમાં આ ભય રહેતો નથી એટલે કો-ઓપરેટિવ જૈન બેંકોમાં પણ ધાર્મિક દ્રવ્યનાં નાણાં મૂકવાનું જોખમ ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓ લેતા નથી.
આમ નાણાં મૂકવાનાં ચારે બાજુનાં દ્વાર બંધ થઈને માત્ર સરકારી બેંકોમાં નાણાં રોકવાની ફરજ પડે છે અને એમ થતાં દેવદ્રવ્યાદિની સંપત્તિ