________________
પ૪
ધાર્મિક વહીવટ વિચાર ખાતે આપો. અમે તમારી ભાવના મુજબનું કાર્ય જરૂર કરશું. પણ તે કાર્ય કર્યા બાદ જે રકમ વધશે તે અમે શુભ (સર્વસાધારણ) ખાતે જમા રાખીને - જ્યારે જે ધાર્મિક ખાતે જરૂર પડે ત્યાં વાપરશું. જો આમાં તમારી સંમતિ હોય; જો તમારો આવો સંકલ્પ થાય તો તમારું દાન અમે શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરીએ.'
આ રીતે દાન જમા કરવામાં ઘણા લાભો છે. ધારો કે એક દાતાએ આ રીતે દેરાસર બનાવવાની ભાવના(માત્ર ભાવના)થી દસ લાખ રૂપીઆ શુભ (સર્વસાધારણ) ખાતે દાન દેવાના સંકલ્પથી આપ્યા અને શ્રી સંઘ આ રકમમાંથી યથાસંભવ દેરાસર વગેરે બનાવે એવી ભાવના પ્રદર્શિત કરે છે. શ્રી સંઘ આ રકમમાંથી દેરાસરનું નિર્માણ કરે તે માટે લોનરૂપે રકમ દેવદ્રવ્ય ખાતે આપે. જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે જે આવક થાય તેમાંથી તે લોનની રકમ શુભ (સર્વસાધારણ) ખાતે પાછી લે. આ જ રીતે આ રકમમાંથી હવે સંઘ ઉપાશ્રય બનાવે. તેમાં તકતી યોજનાથી જે દાન મળે તે રકમથી લોન શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરે. આમ અનેક કાર્યો સંપન્ન થતાં રહે,
જો આ રીતે દાતાઓ દાન આપે તો સંઘનાં ઘણાં બધાં કાર્યો રાપન્ન થતાં જાય.
એ ખ્યાલમાં રાખવું કે આ રીતે જે રકમ જમા થાય તે સાધારણ ખાતે ન કરતાં શુભ (સર્વસાધારણ) ખાતે જ જમા કરવી. સાધારણ ખાતાની રકમ માત્ર સાત ક્ષેત્રોમાં વપરાય; જ્યારે શુભ (સર્વસાધારણ) ખાતાની રકમ તમામ ધાર્મિક કાર્યોમાં વાપરી શકાય. (ના..સામાજિક કાર્યોમાં તે ન વપરાય. લગ્નની વાડી માટે ગાદલાં લાવવા, વાસણો વસાવવા વગેરે કાર્યોમાં તે ન વપરાય) એક સ્થળે દેરાસર, ઉપાશ્રય બેયનું નવનિર્માણ કરવું હોય તો તે અંગેનો ફાળો શુભ (સર્વસાધારણ) ખાતા માટે કરીને તે રકમની દેરાસર બનાવવામાં લોન આપવી. પ્રતિષ્ઠા થતાં આવક થાય એટલે લોનની રકમ શુભ (સર્વસાધારણ) ખાતે જમા કરવી. પછી તે જ રકમમાંથી ઉપાશ્રયનું નિર્માણ કરી શકાય.
(૩) ખરેખર તો તમામ ધાર્મિક દ્રવ્યોની રકમ આજની સરકારી બેંકોમાં રાખી શકાય તેમ નથી, કેમ કે આ રકમનો વધુમાં વધુ ઉપયોગ સરકાર માછીમારી, કતલખાનાં, ઉદ્યોગો (કર્માદાનનો ભયંકર અને હિંસક