________________
જનરલ સૂચનો
(૧) આપણે જોયું કે ધાર્મિક દ્રવ્યનાં કુલ ચૌદ ક્ષેત્રો છે. આ ઉપરાંત પણ જે કોઈ સંસ્થા કે જે કોઈ પ્રવૃત્તિ સાક્ષાત કે પરંપરયા ધર્મને કે ધર્મ સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ કરતી હોય તેમને પણ ધાર્મિક ક્ષેત્રમાં ગણવાં. આનાથી ઊલટું એ પણ સમજવું કે કામચલાઉ રીતે જે પ્રવૃત્તિમાં અનુકંપા કે ધર્મ દેખાતો હોય પરંતુ તેના પરિણામમાં ઘણું મોટું અહિત થતું જણાતું હોય તો તેવી પ્રવૃત્તિને “ધાર્મિક' ગણી શકાય નહિ. છતાં જો તેવી પ્રવૃત્તિમાં ધર્મપ્રેમી જીવો દાન ન કરે તો લોકોમાં જૈનધર્મની નિંદા થવાની મોટી શક્યતા ઊભી થવાની જણાતી હોય તો તે નિંદાના નિવારણ માટે ઔચિત્ય સમજીને તેમાં રકમ લખાવી દેવી. યથાશક્ય આ વાત સ્પષ્ટ પણ કરી દેવી. વર્તમાન યુગમાં એવી ઘણીબધી પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં માનવસેવા જણાવવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે પ્રવૃત્તિઓ લાંબા ગાળે આખી માનવજાતને નુકસાન કરનારી હોય છે; આર્ય-સંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વો ઉપર કુઠારાઘાત કરતી હોય છે; પ્રજાકીય જીવનપદ્ધતિને હચમચાવનારી હોય છે. ધર્મપ્રેમી જીવોને ક્યારેક કુવૃષ્ટિન્યાયગાંડા સાથે ગાંડા બનીને-સ્વરક્ષા, ધર્મરક્ષા વગેરે કરવા રૂપની ઓથ લેવી પડે છે.
ક્યારેક વળી અનિચ્છનીય-અનિવાર્ય એવા અધર્મોને સેવવાથી જ જો ધર્મ કે સંસ્કૃતિ ટકતાં હોય તો તેમ પણ કરવું પડે છે. તેવા વખત ધર્મપ્રેમી જીવોએ તેવા તત્ત્વને અનિવાર્ય અનિષ્ટ સમજીને ટકાવવું કે વિસ્તારવું પડે છે. આવી બાબતોને બરોબર સમજવા માટે ધર્મપ્રેમીઓએ
ક્યાંક પણ દાન દરતાં પહેલાં ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લેવું જરૂરી છે. જેથી ક્યાંક ખોટું થઈ ન જાય.
(૨) જો શક્ય હોય તો દેરાસર, પૌષધશાળા વગેરે જે કાંઈ બાંધકામ વગેરે કરવાનાં હોય કે ઉકાળેલા પાણી, આંગી વગેરેની તિથિઓ લખાવવી હોય તે તમામ-શુભ (સર્વસાધારણ) ખાતે લખાવવાની વાત દાતા પાસે મૂકવી, તેને જણાવવું કે “તમે અમને તમારું દાન શુભ (સર્વસાધારણ)