________________
ધાર્મિક વહીવટ વિચાર માછીમારી, નર્મદા-બંધ, ઉદ્યોગો વગેરે અતિ હિંસક કાર્યોમાં રોકાણ પામે છે. આ અત્યન્ત આઘાતજનક બાબત છે.
હવે શું કરવું ? આનો એક જ શ્રેષ્ઠ રસ્તો છે કે જે જેટલી શક્ય હોય તે બધી રકમો તે તે ઉદેશોમાં તાબડતોબ વાપરી નાંખવી. દેવદ્રવ્યની બધી રકમ જીર્ણોદ્ધારના કે નૂતન જૈનમંદિર-નિર્માણના કાર્યોમાં વાપરી દેવી. જીવદયાની તમામ રકમ તે ખાતે મોકલી દેવી. આ બે ખાતાંની રકમનું ખાતું આ રીતે ‘શૂન્ય” જ કરી રાખવું. દેવદ્રવ્યનું ખાતું તો કામધેનુ ગાય જેવું છે. જ્યારે જેટલી જોઈએ ત્યારે તે રકમ મળી જવાની છે. તેની આવક પણ સતત ચાલુ રહેતી હોય છે. દેવદ્રવ્યાદિની રકમને (જીવદયાની નહિ) સોના-ચાંદીના રૂપમાં જ રકમ જમા રાખવી. ભલે તેનું વ્યાજ ન મળે. પણ હિંસક માર્ગોથી વ્યાજ લેવાનું બંધ રહે. વળી સોનું વગેરેનો ભાવ હમેશ ખૂબ વધતો રહેવાનો છે એટલે તેમાં ગુમાવવાનું કશું નથી. આ Ordenan. - હવે જે બાકીના ખાતાં છે. તેમાં જે તે રકમોની વ્યાજની જ આવક ઉપર તે ખાતાંઓ નભતાં હોય તો ન છૂટકે તે રકમ બેંકોમાં રાખવી
- આમાં પણ તિથિ-યોજના વર્ષોવર્ષની જ જો બનાવાય-કાયમી તિથિ યોજના ન બનાવાય તો તે અંગેની મોટી રકમ બેંકમાં જમા રાખવાનું પાપ સેવવું ન પડે. દર વર્ષે તિથિનું ભરણું કરવામાં ફાયદો પણ છે કે સતત વધતી જતી મોંઘવારી ને ધ્યાનમાં રાખીને વર્ષોવર્ષની તિથિયોજનાનો આંક બદલી શકાય. કાયમી તિથિ-યોજનામાં તો મોંઘવારી સામે તેનું મળતું વ્યાજ અત્યન્ત ઓછું મળવાથી સંઘ ભારે મુશ્કેલીમાં મુકાઈ જતો હોય છે. ટૂંકમાં ન છૂટકે જે વાત હોય તેની જ રકમ બેંકમાં જમા મૂકીને બાકીની તમામ રકમ તે તે ક્ષેત્રમાં વાપરી નાંખવાથી ઘણું હિંસાનું પાપ ઓછું થઈ જશે.
ઉદારતાના અભાવે દેવદ્રવ્યની રકમ અન્ય દેરાસરોમાં ભેટ (દાન) રૂપે ન આપી શકાય તો લોનરૂપે પણ આપવી. તે જિનાલયોની પ્રતિષ્ઠાની આવક થતાં લોન પરત થાય કે તરત બીજા કોઈ જિનાલયમાં લોન રૂપે આપી દેવી. આ રીતે પણ બેંકમાં તો ન જ રાખી મૂકવી. આ