________________
પ૭
જનરલ સૂચનો ઉપરથી એ વાત સમજી લેવી કે કોઈ પણ શ્રીમંતે ૧૦-૨૦ લાખનું ટ્રસ્ટ બનાવીને તેના વ્યાજમાંથી - પોતાની ગેરહાજરીમાં પણ જે તે ધાર્મિક કાર્યો થતાં રહે તેમ કરવું હાલની પરિસ્થિતિમાં સલાહભરેલું નથી. જે ૧૦-૨૦ લાખ વાપરવા છે તે તત્કાળ વાપરી જ નાંખવા. નહિ તો બેંકમાં જમા થતા તે રૂપિયા તરત જ માછીમારી વગેરેમાં ચાલી જશે. એટલે તેનો દોષ કેટલો બધો લાગશે એની સામે વ્યાજની રકમનો સારા માર્ગે થનારો લાભ બહુ મામૂલી બની જશે.
જો કે આ વાત બહુ શક્ય નથી છતાં જણાવી દઉં કે જો પોતાના ગામમાં કોઈ બેંક પોતાનું સ્વતંત્ર મકાન બનાવવા માંગતી હોય તો તેમાં દેવદ્રવ્યની રકમ આપી શકાય. બેંક લોન આપે તે ભાડા દ્વારા પરત કર્યા બાદ ભાડાની જે આવક થાય તે દેવદ્રવ્ય ખાતે જમા કરી દેવી.
અને જો આ મકાન ઉપાશ્રય માટે એકઠી કરેલી રકમમાંથી બનાવાય તો તેમાં શક્ય હોય તો એક ભાગ બેંકને આપવાથી તેનું ભાડું લોન પેટેની રકમમાં ચૂકતે કર્યા બાદ જે ભાડું (બેંકોનું ભાડું હમેશ વધુ સારું મળતું હોય છે અને એકદમ ‘રેગ્યુલર' હોય છે.) મળે તે ઉપાશ્રયના ખર્ચા પેટે વાપરી શકાય.
જો કે આમાં ય દોષ તો છે જ પરંતુ હિંસક કાર્યોમાં દેવદ્રવ્યની રકમ સીધી જાય તે મહાદોષમાંથી અહીં મુક્તિ મળે છે.
ભૂતકાળમાં ધાર્મિક ખાતાની આવકની રકમો સારા શાહુકારોને ત્યાં વ્યાજે મુકાતી. પરંતુ એ રકમની સામે એટલાં જ કે તેથી વધુ રકમનાં ઘરેણાં કે સોનું ચાંદી તે શાહુકાર પાસેથી સંઘ લેતો. જો દુર્ભાગ્યે શાહુકારની પેઢી નબળી પડી જાય તો થાપણ દ્વારા સંઘ પોતાની રકમ મેળવી શકે.
પણ જો આ રીતે કોઈ પેઢી ન મળે તો સંઘ તે રકમમાં વૃદ્ધિ કરવાની વાત મોકૂફ રાખીને, તે મૂડીને પોતાની પાસે જ સાચવી રાખતો. સોના-ચાંદીના રૂપમાં તેને સંઘરી રાખતો.
ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ જરૂર કરવી જોઈએ. પરંતુ જો તેમાં મૂડીની સલામતી ન હોય અથવા જો તે વૃદ્ધિ ખોટા રસ્તેથી થતી હોય તો તેમ કરી શકાય નહિ.
શાહુકાર બે ટકા વ્યાજ આપે અને કોઈ કસાઈ, દાણચોર વગેરે