________________
૫૮
ધાર્મિક વહીવટ વિચાર
પાંચ ટકા વ્યાજ આપે તો પણ તેને રકમ ન અપાય. કારણ કે તેમના ધંધાકીય સ્તરો મૂળથી જ હલકા છે.
યોગ્ય રસ્તેથી ધાર્મિક દ્રવ્યની વૃદ્ધિ કરવી એને પ્રત્યેક શ્રાવકનું પ્રથમ પુણ્યજનક કર્તવ્ય કહેવામાં આવેલ છે.
(૪) જે ટ્રસ્ટીનું વેપાર સંબંધિત ખાતું જે બેંકમાં હોય તે બેંકમાં તે ટ્રસ્ટીએ પોતાના ધાર્મિક ટ્રસ્ટનું ખાતું રાખવું નહિ. જો તેમ કરે તો બેંક મેનેજર તે માણસને ધાર્મિક ટ્રસ્ટની રકમ ઉપરની ક્રેડિટ ઉપર ધંધામાં મોટી રકમ આપવા માટે તૈયાર થાય. આમ થાય તો તે ટ્રસ્ટીને ધાર્મિક દ્રવ્યનો લાભ ઉઠાવવાનો દોષ લાગે.
આજે ઘણા લોકો માતબર મૂડી ધરાવતાં ટ્રસ્ટોમાં ટ્રસ્ટી થવા માટે દોડી આવે છે તેના કારણમાં આ બાબત મુખ્ય કારણ છે. દેવું ધરાવતા ટ્રસ્ટોમાં કે તિજોરીનું તળિયું દેખાડતા ટ્રસ્ટોમાં ટ્રસ્ટી થવા માટે કેમ કોઈ
થતું
(૫) સામાન્ય રીતે સૌથી ઉત્કૃષ્ટ પુણ્યબંધનું ખાતું દેવદ્રવ્યનું ખાતું કહેવાય. પરંતુ જો તે ખાતું સદ્ધર હોય અને અન્ય ખાતામાં પૈસાની ખૂબ જરૂર હોય તો તે સિદાતા ખાતામાં દાન કરવું તે જ ઉત્કૃષ્ટ-પુણ્યબંધનું જનક બને છે. બાપાના પગ કળતા ન હોય અને માથું ખૂબ દુઃખતું હોય તો તે વખતે રોજ પગ દબાવીને સૂઈ જવાની ભાવનાવાળા દીકરાએ માથું જ દબાવવું જોઈએ. તેમાં જ તેની સાચી પિતૃભક્તિ રહેલી છે. એટલે મેં પૂર્વે જણાવ્યું છે તેમ જો શુભ (સર્વસાધારણ) કે છેવટે સાધારણ ખાતે રકમનું દાન કરાય તો તે રકમની જે વખતે જે ખાતે જરૂર પડે ત્યાં તે વાપરી શકાય.
તીર્થયાત્રાઓ કરવા જનાર લોકોએ આ વાત ધ્યાનમાં રાખીને તે તે સ્થળોના સર્વસાધારણ ખાતે રકમ લખાવવી તે મને ખૂબ ઉચિત લાગે છે. એ પછી બીજા નંબરે ત્યાંના સ્ટાફ બક્ષિસ ફંડમાં સારી રકમ લખાવવી જેથી સ્ટાફના માણસો ગરીબી, મોંઘવારી સામે સુખેથી ટક્કર લઈ શકે. ભંડારાદિની ચોરી વગેરે કરવાની તેમને બુદ્ધિ ન જાગે.
(૬) વિદ્વાન વ્યાખ્યાનકાર અને સંયમચુસ્ત મુનિરાજોએ અવસરે દાનધર્મ ઉપર ગૃહસ્થોને એવી જોરદાર દેશના આપવી જોઈએ કે તેથી