________________
પ૯
જનરલ સૂચનો તેમની ધનમૂચ્છ એકદમ ઘટી જાય. તેઓ મોટી રકમો વાપરવા તૈયાર થઈ જાય. આવા સમયે તેમને દેવદ્રવ્યનો ખાડો યોગ્ય વ્યાજ સાથે ચૂકતે કરી દેવાની પ્રેરણા કરવી જોઈએ. અશાસ્ત્રીય માર્ગો : (૧) દસ આની દેવદ્રવ્ય. છ આની સાધારણ (૨) સરચાર્જ (૩) કોઈ પ્રિમિયર શો ગોઠવવો વગેરે ત્યજાવી દેવડાવવા જોઈએ. આવા પુણ્યવાન મુનિઓએ વ્યાજની માંડવાળ કરવી ન જોઈએ. જો તેમની દેશના નમૂનું ઝેર નિચોવી શકે તેમ હોય તો તેનો પૂરો લાભ તેમણે ઉઠાવવો જોઈએ.
જે સંઘોને આવા પુણ્યવાન સંયમકટ્ટર મહાત્માઓ મળતા નથી તેઓને પૂર્વોક્ત અશાસ્ત્રીય માર્ગો અપનાવવાની સંભાવનાઓ ઊભી થઈ જાય છે. જે જરાય બરોબર નથી.
(૭) આજે રિલિજિઅસ (ધાર્મિક) કે ચેરિટેબલ (સાર્વજનિક) ગણાતાં ટ્રસ્ટો અને તેની સંપત્તિ ઉપરથી શ્રી સંઘની માલિકી દૂર કરાઈને ચેરિટી કમિશ્નર (સરકારી માલિક બની ગયેલ છે. તેને પૂછ્યા વિના ટ્રસ્ટીઓ કોઈ વિશિષ્ટ કામગીરી કરી શકતા નથી. ભગવાનના હારને ભગવાનના મુગટમાં ટ્રાન્સફર કરવો હોય તો ય તેની રજા લેવી પડે. એ જ બતાવે છે કે માલિક તે છે; શ્રી સંઘ નહિ. પૂર્વે થયેલા આયર કમિશને પોતાના અહેવાલમાં કહ્યું છે કે “માત્ર પૂજા-વિધિ તમારી; બાકી મૂર્તિ, માળા, મંદિર વગેરે બધું સરકારનું, પૂજાવિધિ તમારી રીતે તમે કરો પણ મૂર્તિ વગેરેમાં અમને પૂછ્યા વિના તમે કશું કરી શકો નહિ.”
હેરિટેઝના નામે મુંબઈમાં શાંતિનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર પણ અટકાવવામાં આવ્યો છે.
આ કેટલી ભયંકર ઘટના છે ? પરંતુ ઉત્સાહહીન થઈ રહેલા શ્રી જૈનસંઘે નીચી મૂડી રાખીને ખાસ કશો ય પ્રતીકાર કર્યા વિના આ બધું સ્વીકારી લીધું છે.
હવે આગળ વધીને દરેક ટ્રસ્ટમાં હરિજનો વગેરેને કુલ ટ્રસ્ટીસંખ્યાના ૧૩ જેટલા ફરજિયાત રાખવાનો તથા દરેક ટ્રસ્ટમાં એક સરકારી સ્તરનો માણસ રાખવાનો કાયદો આવી રહ્યો છે. શ્રી સંઘ પોતાનું ધાર્યું કશું ય કરી ન શકે તે માટે આ સરકારી માણસ ધ્યાન રાખશે. હરિજન વગેરે કક્ષાના ટ્રસ્ટીઓ દરેક મંદિરને સાર્વજનિક બનાવશે.