________________
વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં મળેલા મનિસંમેલનમાં ઉપસ્થિત રહેલા એકવીસ ગીતાર્થ આચાર્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતિથી થએલા દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય અંગેના ઠરાવોના મુખ્ય ત્રણ મુદ્દાઓ
અમે અનેક શાસ્ત્રાધારો સાથે માનીએ છીએ કે - (૧) દેવદ્રવ્યાદિથી કોઈ જૈન જિનપૂજા કરે તો તે
દેવદ્રવ્ય ભક્ષણ કર્યાનું પાપ બાંધે છે એવી || વિપક્ષની માન્યતા ખોટી છે. (વિપક્ષની તેવી
જ માન્યતા છે.).
(૨)
સ્વપ્ન, ઉપધાનાદિની બોલીથી મળેલા ધન (કલ્પિત દેવદ્રવ્ય)માંથી દેરાસરના પૂજારીને પગાર આપી શકાય; પૂજાની બધી સામગ્રી પણ લાવી શકાય. (વિપક્ષનો મત નિષેધમાં છે.)
ગુરુપૂજનની રકમ જીર્ણોદ્ધારની જેમ સાધુ વૈયાવચ્ચમાં પણ જઈ શકે. (વિપક્ષનો મત નિષેધમાં છે.)
૧૫