________________
૧૭૮
ધાર્મિક વહીવટ વિચાર
જાણીને તેમણે એમ કહ્યું છે કે આ વિષયમાં ઘણું કહેવા જેવું છે પણ કેટલું લખાય ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમણે ગુરુદ્રવ્ય એ દેવદ્રવ્યરૂપ છે એવું ઠરાવેલ નથી.
હવે જે સિદ્ધસેનસૂરિના દૃષ્ટાંતથી હીરસૂરિ મહારાજે પૂજનદ્રવ્યની વ્યવસ્થા જણાવી છે એ સિદ્ધસેનસૂ. ના દૃષ્ટાન્તમાંથી સમજવી. પ્રાચીનતમ ગ્રન્થ ભદ્રેશ્વરસૂરિના ‘કાવ્યશૈલી’માં બીજા ખંડમાં સાધારણના દાબડામાં તે દ્રવ્ય લઈ જવાનું જણાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં પણ તે જ રીતે જણાવ્યું છે. ‘પ્રબંધચિંતામણી’ વગેરેમાં તે દ્રવ્ય લોકોને ઋણમુક્ત કરવામાં વાપરવાનું જણાવ્યું છે. જ્યારે ‘પ્રબંધકોશમાં’ જીર્ણોદ્વાર આદિમાં લઈ જવાનું જણાવ્યું છે. આ રીતે ગુરુપૂજનદ્રવ્યની કોઈ નિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રન્થોમાં દેખાતી નથી.
બીજું જે સિદ્ધસેન સૂ. મ. નો દાખલો હીરસૂરિ મહારાજે આપ્યો છે તેમાં વિક્રમરાજાએ કોટિદ્રવ્ય સિ.પૂ. ને તુષ્ટિમાન્ રૂપે આપેલું છે, નહીં કે અંગપૂજા કે ચરણપૂજન રૂપે.
શાસ્ત્રદૃષ્ટિએ સાધુને દ્રવ્યદાન નિષિદ્ધ છે. પરંતુ આવી રીતે મુગ્ધાવસ્થામાં કોઈએ સાધુને દ્રવ્યદાન કર્યું હોય તો તેનાથી ગુરુની અંગપૂજાનું સમર્થન થતું નથી. માત્ર એટલું ફલિત થાય છે કે દાનરૂપે કે પૂજારૂપે અર્પણ કરાયેલું દ્રવ્ય તે ગુરુની ઇચ્છા મુજબ યોગ્યક્ષેત્રમાં વાપરી શકાય છે-પણ દેવદ્રવ્યમાં જ જાય એમ કહી શકાય નહીં.
માટે ગુરુપૂજનનું દ્રવ્ય (જ્યાં સુધી તે ચાલુ છે ત્યાં સુધી) વૈયાવચ્ચમાં લઈ જવામાં કોઈ દોષ નથી.
તેમ જ કામળી તો ક્રીતાદિ દોષદુષ્ટ હોય તો વહોરાય જ નહીં, પણ હવે જ્યારે પ્રથા ચાલી છે ત્યારે તેની બોલીનું દ્રવ્ય પણ વસ્ત્રપૂજાની બોલીના દ્રવ્યરૂપ હોઈને દેવદ્રવ્ય બનતું નથી. તેથી વૈયાવચ્ચમાં તો જરૂર લઈ જઈ શકાય છે. અસ્તુ. હવે મૂળ વાત ઉપર આવીએ.
જ્યારે ગુરુ સિદ્ધસેનસૂરિજીએ રાજા વિક્રમને હાથ ઊંચો કરીને દૂરથી જ ‘ધર્મલાભ’ એ પ્રમાણે કહ્યું. ત્યારે સિદ્ધસેનસૂરિજીને રાજાએ એક ક્રોડ સોનામહોર આપી.
હવે અહીં આવા પ્રકારથી ગુરુદ્રવ્ય બની ગયું. તો આ ગુરુદ્રવ્ય અથવા કોઈ શિથિલાચારીની નિશ્રામાં પડેલું સોનું વગેરે ગુરુદ્રવ્ય-એને