________________
૧૩૯
પરિશિષ્ટ-૧ કોઈ ગૃહસ્થ વાપરે તો તેને વિવિધ પ્રાયશ્ચિત્ત આવે.
આમ કહીને ઉપરની ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સાધુના દ્રવ્યનો પરિભોગ કરનારને આ પ્રમાણેનો પ્રાયશ્ચિત્તવિધિ જાણવો.
હવે ગાથાના ઉત્તરાર્ધમાં જે કહ્યું છે કે, ‘પુ િવત્થારૂનું સેવબં a' એનું સંસ્કૃતમાં રૂપાન્તર કરીને ટીકાકારે લખ્યું છે કે, ‘બત્રા પુન: वस्त्रादिषु देवद्रव्यवत्'
ટીકાકાર કહે છે કે જેમ આગળ ઉપર દેવદ્રવ્યનો ઉપભોગ કરનાર શ્રાવકને અમે જે રીતે પ્રાયશ્ચિત્ત કહેવાના છીએ તે જ રીત અહીં પણ સમજવી. એટલે કે જેમ દેવદ્રવ્યનો ઉપભોગ કરનારને તપ સ્વરૂપ પ્રાયશ્ચિત્ત આપવા સાથે અમે કહેવાના છીએ કે દેવદ્રવ્ય જેટલું વાપર્યું હોય તેટલું પાછું દેવદ્રવ્યમાં આપી દેવું. (માત્ર તપ પ્રાયશ્ચિત્તથી ન ચાલે). એ જ રીતે અહીં પણ ગુરુનાં વસ્ત્રાદિ (તથા કનકાદિ) નો ઉપભોગ જેટલો કર્યો હોય તેણે ઉપર જણાવેલું જલ, અન્ન, વસ્ત્રાદિ અને કનકાદિનું જણાવેલ તપ-પ્રાયશ્ચિત્ત તો કરવું જ પણ તેની સાથેસાથે તે વસ્ત્રાદિ (તથા કનકાદિ) નું જેટલું મૂલ્ય થતું હોય તેટલા મૂલ્યનું વસ્ત્રાદિ પ્રદાન સાધુકાર્યમાં-વૈદ્યને માટે કે જેલ વગેરેમાં પકડાયેલા કે કોઈ આપત્તિમાં ફસાયેલા સાધુને બચાવવા માટે-તે સ્થળે કે બીજે સ્થળે-પ્રદાન કરવું. ટૂંકમાં તેટલા દ્રવ્યનું વસ્ત્રાદિદાન પણ તપ-પ્રાયશ્ચિત્તની સાથોસાથ કરવું.
આ શ્રાદ્ધજિતકલ્પના શાસ્ત્રપાઠથી સ્પષ્ટ થાય છે કે ગુરુદ્રવ્ય સાધુ વૈયાવચ્ચમાં જઈ શકે છે. જો ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જતું હોય તો પ્રાયશ્ચિત્તદાતા ગુરુ તે શ્રાવકને એમ કહેત કે, “તેં જેટલા મૂલ્યનાં વસ્ત્રાદિ કે કનક આદિનો ઉપભોગ કર્યો હોય તેટલી રકમ તું જીર્ણોદ્ધારમાં વાપરી દેજે.' પણ આમ ન કહેતાં ગુરુની વૈયાવચ્ચનાં-વૈદ્યાદિ કાર્યોમાં તે રકમ વાપરવાની કહી છે, એટલે નક્કી થઈ જાય છે કે ગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચ ખાતાનું દ્રવ્ય છે.
વિરોધ કરનારનું આ વિષયમાં જે કહેવું છે કે “આ પાઠની ટીકામાં વસ્ત્રાદિના ઉપભોગનું જ પ્રાયશ્ચિત્ત ‘વસ્ત્રાદિદાન” છે. પણ કનકાદિના. ઉપભોગનું પ્રાયશ્ચિત્ત અહીં જણાવ્યું નથી.” “આ વાત એકદમ અસંગત લાગે છે. મૂળગાથામાં ‘વસ્ત્રાદિ’ શબ્દ જ હોવાથી ટીકાકારે વસ્ત્રાદિનો અર્થ કરતાં ‘વસ્ત્રાદિ અને કનકાદિ’ એમ કહી જ દીધું છે. હવે આગળ