________________
૧૮૨
ધાર્મિક વહીવટ વિચાર નાણા આપવાની જે વાત છે કે વિક્રમરાજાએ કરેલા પ્રીતિદાન સ્વરૂપ ગુરુદ્રવ્ય માટે છે, ગુરુપૂજા સ્વરૂપ ગુરુદ્રવ્ય માટે નહિ”, એ બરોબર નથી.
‘દ્રવ્ય-સપ્તતિકા' ગ્રંથની આ બારમી ગાથાની ટીકામાં કહ્યું છે કે સોનું વગેરે ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારમાં તથા નવાં જિનમંદિરો બનાવવા વગેરે કાર્યમાં વાપરવું.
स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे, नव्यचैत्यकरणादौ च गौरवाहेस्थाने व्यापार्यम्
અહીં ‘વગેરે’ શબ્દથી સાધુ વૈયાવચ્ચ લઈ શકાય. કેમ કે શ્રાદ્ધજિતકલ્પ’નો પાઠ તે વાત સ્પષ્ટરૂપે જણાવે છે. આમ કરીએ તો જ જીર્ણોદ્ધાર અને શ્રાદ્ધજિતનો પાઠ બેયનો સમન્વય કરી શકાય. (જુઓ પરિશિષ્ટ બે).
આ સંમેલને ગુરુદ્રવ્ય અંગે જે ઠરાવ કરેલ છે તેમાં દેવદ્રવ્યમાં અને સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવીને બેય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે એ વાત ઉપર્યુક્ત શાસ્ત્રપાઠોથી સમુચિત બને છે. જો ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં જઈ શકે તેવું પ્રતિપાદન કરાશે તો “શ્રાદ્ધજિતકલ્પ’ વૃત્તિકાર, તેનો ઉપભોગ કરનારને પ્રાયશ્ચિત્ત પેટે તેટલી રકમ સાધુવૈિયાવચ્ચમાં (નીચલા ખાતામાં) વાપરવાનું કહેવા દ્વારા કેટલા મોટા દોષમાં પડ્યા ગણાશે !
ગુરુપૂજનનું દ્રવ્ય જો સાધુ વૈયાવચ્ચમાં લઈ જવાશે તો તેથી સાધુસાધ્વીને તેમાં આસક્તિ પેદા થવાનો ભય છે. આથી જ તેને જીર્ણોદ્ધારમાં જ લઈ જવું જોઈએ.” તેમ આ ઠરાવના વિરોધીઓનું કહેવું છે..
આનો જવાબ છે કે આસક્તિ પેદા થવાનો પ્રસંગ નિવારવા માટે જ ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, “આ ગુરુદ્રવ્યનો વહીવટ શ્રાવક સંઘ કરશે.” જે સાધુ કે સાધ્વી પાસે મુમુક્ષુ આત્મા દીક્ષા લે છે તેની દીક્ષા લેતી વખતના ઉપકરણોની ઉછામણીની રકમ ઉપર તે મુમુક્ષુના ગુરુ આસક્તિ કરતા નથી, વહીવટ પણ કરતા નથી. તે રકમ સાધુ-વૈયાવચ્ચે ખાતે લઈ જઈને તેનો વહીવટ શ્રાવકસંઘ કરે તેવું ઠરાવમાં અભિપ્રેત છે. આ રીતે આસક્તિનું નિવારણ કરવું જ રહ્યું.
અન્યથા મિષ્ટાન્ન ભોજનાદિમાં પણ સાધુને આસક્તિ પ્રસંગ ઊભો થાય છે તો શું શ્રાવક વર્ગે તે અંગેની ભક્તિ જ બંધ કરી દેવી ?