________________
પરિશિષ્ટ-૧
૧૮૩
વળી જો ગુરુચરણે મૂકેલા ધનમાં આસક્તિ થવાનો ભય છે તો તો સ્ત્રીઓ દ્વારા સાવ નજીક આવીને જ થઈ શકતા નવાંગી ગુરુપૂજનમાં તે કામાસક્તિ થવાનો નાના સાધુઓને મોટો ભય છે. માટે બંધ કરી દેવા જેવું તો ઐ છે.
હવે સવાલ રહ્યો પરંપરાનો ભાઈ ! પરંપરા તો બેય પ્રકારની કેટલાય સમયથી ચાલી આવી છે. ગુરુપૂજનની ૨કમ દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરાવાળા શ્રમણ સમુદાયો પણ છે. વળી પૂજ્યપાદ સ્વર્ગસ્થ લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબના સમયથી તેમના સમગ્ર સમુદાયમાં પૂંછનરૂપે જ ગુરુપૂજન કરાય છે અને તેથી તે ૨કમ શાસ્ત્રમાન્ય રીતે સાધુ-વૈયાવચ્ચ આદિમાં લઈ જવાય છે. (આ વાત સર્વસામાન્ય છે.) હવે ગુરુપૂજન (સીધું કે લૂંછનરૂપથી) સાધુ-વૈયાવચ્ચમાં લઈ જનારો વર્ગ જ્યારે જીર્ણોદ્ધારમાં ઉપરનું ખાતું હોવાથી તથા વૈયાવચ્ચમાં લઈ જવાના બે ય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.
મોટો છે
જો ગુરુપૂજનની રકમને સાધુ-વૈયાવચ્ચમાં લઈ જવાથી શ્રમણસંસ્થામાં પારાવાર શિથિલાચાર વધી જવાનો સંભવ હોત તો તે ક્યારનોય આ કારણસર વધી ગયો હોત. કેમ કે આ પરંપરાવાળાનો વર્ગ મોટો જ છે. વળી એમનો વિરોધ આજ સુધી કેમ કર્યો નહિ ?
વસ્તુતઃ શિથિલાચાર વ્યાપક થયો હોય તો તેમાં બીજાં અનેક ગંભીર કારણો છે, જેમાં સૌથી મુખ્ય કેટલીક અપાત્ર દીક્ષાઓ, પદવીઓ અને શિષ્યોનું સાધુત્વ વિકસાવવાની વાતમાં ગુરુવર્ગની અધ્યયન અને વાચનાદાનની બાબતમાં વધુ પડતી ઉપેા કારણ છે. છતાં માની લઈએ કે, સાધુ-વૈયાવચ્ચમાં ગુરુપૂજનની રકમ જવાથી તે ધનમાં આસક્તિ પેદા થશે તો આના કરતાંય ગંભીર કક્ષાની અનેક પ્રકારની આસક્તિને પેદા કરનારા ઉપધાન અને યાત્રા-સંઘોના તથા ભક્તોના આધાકર્મી રસોડાની વાનગીઓ તથા તે પ્રસંગોમાં અત્યંત સહજ બનતો વિજાતીય પરિચય વગેરે બાબતો છે.
આ ઠરાવનો વિરોધ કરીને, ઘોર શિથિલાચારને ફેલાવનારું મુનિસંમેલન” એ રૂપમાં પ્રજાને ભડકાવતા મહાનુભાવોને તો આગ્રહભરી વિનંતિ છે કે ઉપર જણાવેલાં વિવિધ આસક્તિઓનાં જન્મસ્થાનો અંગે