________________
પરિશિષ્ટ-૧
૧૭૭
સાધુનું દ્રવ્ય ગૃહસ્થ વાપરે તો તેને આ પ્રમાણે પ્રાયશ્ચિત આવે.
જો સાધુનાં મુહપત્તિ, આસન, શયનાદિનો ઉપભોગ કર્યો હોય તો પ્રાયશ્ચિત્ત ભિન્નમાસ આવે. જો સાધુનું પાણી વાપર્યું હોય, અન્ન વાપર્યું હોય, વસ્ત્રાદિ વાપર્યા હોય અને કનકાદિ વગેરે વાપર્યા હોય તો વિવિધ પ્રાયશ્ચિત્ત આવે.
અહીં મૂળગાથામાં નર્તનમારૂસું પદ છે. જલ, અન્ન વગેરે અહીં વગેરે શબ્દથી ટીકાકારે વસ્ત્રાદિ અને કનકાદિ લીધાં છે. આ રીતે બે લેવાનું કારણ એ છે કે વસ્ત્ર વગેરેની માલિકી કરીને ગુરુ તેને ભોગવી શકતા હોવાથી વસ્ત્રાદિ એ ભોગાઈ ગુરુદ્રવ્ય છે.
જ્યારે સોનું વગેરેનો ભોગ કંચન-કામિનીના ત્યાગી ગુરુ કરી ન શકે એટલે તે સોનું વગેરે ભોગાર્ટ ગુરુદ્રવ્ય નથી. પરંતુ પૂજાઉં-ગુરુની તેના દ્વારા પૂજા કરવા યોગ્ય-દ્રવ્ય જરૂર છે. એટલે કનક વગેરેને પૂજાહંદ્રવ્ય તરીકે જુદાં લીધાં. V હવે સવાલ એ થાય છે કે સોનું વગેરેને જો ગુરુ વસ્ત્રાદિની જેમ પોતાની નિશ્રામાં (માલિકીમાં) લેતા જ ન હોય તો સોનું વગેરે ગુરુદ્રવ્ય જ ન બને તો સોનું વગેરે ગુરુદ્રવ્યને જે શ્રાવક વાપરે તેને પલધુનું પ્રાયશ્ચિત્ત આવે એવું કહી પણ કેમ શકાય ?
દ્રવ્યસપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજનદ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું. ખરેખર તો પુરાતન બધા જ શાસ્ત્રકારોએ વસ્ત્રપાત્રથી જ ગુરુપૂજનની વિધિ દર્શાવી છે. પણ દાખલા દૃષ્ટાન્તને જોરે જ્યારે અંગપૂજન જોશથી ચાલ્યું ત્યારે ઉપરોક્ત બે વિભાગ પાડવા પડ્યા. ખરી રીતે ગુરુપૂજા કોઈ પણ શાસ્ત્રમાં વિહિત હતી નહીં. એટલે જ્યારે હીરસૂરિજી મ. સામે પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે હેમચન્દ્રસૂરિ મહારાજની સુવર્ણકમલની થયેલી પૂજાથી એનું (અંગપૂજાનું) સમર્થન કરવું પડ્યું. પછી એનું દ્રવ્ય કયા ખાતે જાય એનો સવાલ ઊભો થયો એટલે સિદ્ધસેનસૂરિ મહારાજનો દાખલો લઈને હીરસૂરિ મહારાજે જીર્ણોદ્ધારાદિમાં (અહીં આદિ શબ્દ છે તે ભુલાવવું ન જોઈએ. આદિ શબ્દથી ગુર વૈયાવચ્ચ અને જ્ઞાન જ લેવા પડે.) તે વખતે લઈ જવાયું હતું એમ જણાવ્યું, પણ એ દ્રવ્યનો નિશ્ચિત ઉપયોગ ક્યાં થાય ? તે જણાવ્યું નથી. અન્યાન્ય ક્ષેત્રોમાં તે તે કાળે આ દ્રવ્યનો ઉપયોગ થએલો