________________
૨૧૮
ધાર્મિક વહીવટ વિચાર
કે 1000 રૂ. વાપરવાનો ભાવ તો પહેલાં જાગી ગયો છે, પ્રભુપૂજા તો એણે પછી કરી છે, અને પછી બાકી રહેલા ૯૯000 પરની મૂર્છા છોડાવવાનું પ્રભુપૂજાનું સામર્થ્ય નથી એમ તમારે કહેવું છે. એટલે સ્વદ્રવ્યથી કરેલ પ્રભુપૂજાએ પણ એને કોઈ લાભ કરાવ્યો નહીં એવું માનવાનો વારો તમારે આવશે.
એટલે હવે જો તમે એમ કહેશો કે “એની પાસે રહેલા ૯૯000 પરની મૂર્છાનો (આંશિક કે સર્વથા) નાશ, પ્રભુપૂજા કરશે.” તો આનો અર્થ એ થયો કે “જે દ્રવ્ય પ્રભુપૂજામાં વપરાયું નથી એના પરની મૂર્છાનો પણ નાશ કરવાનું સામર્થ્ય પ્રભુપૂજામાં છે.' (આ અર્થ યોગ્ય છે.)
અને તો પછી, પોતાની પાસે લાખ રૂ. હોવા છતાં, જે અપ્રત્યા. કે પ્રત્યા. કક્ષાના એવા પ્રબળ લોભના કારણે દેરાસરની જ સામગ્રીથી પ્રભુપૂજા કરે છે એની એ પૂજા જે લાખ રૂ. નું દ્રવ્ય પ્રભુપૂજામાં વપરાયું નથી એના પરની એની મૂર્છાનો, એના ભાવોલ્લાસ અનુસારે ઓછેવત્તે અંશે, નાશ કરશે.” એમ માનવું જ જોઈએ.
એવા લોભોદયના કારણે કોઈ લોભી પોતાની સંપત્તિ પરની મૂચ્છ છોડી શકતો નથી, પણ એને મૂર્ઝની ભયંકરતા સમજાઈ હોવાથી મૂર્છા એને ખેંચે છે, એનાથી છૂટવાની એની ઇચ્છા છે, પણ લોભોદયના કારણે ભેગી કાયરતા છે. પણ સાથે સાથે આવી પ્રબળ શ્રદ્ધા છે કે આ ભગવાનની ભક્તિ મારી મૂર્છાને પણ તોડશે જ. આવી પ્રબળ શ્રદ્ધા સાથે એ અન્ય દ્રવ્યથી પ્રભુપૂજા કરે તો શું એ પ્રભુપૂજામાં એની મૂર્છા તોડવાનું સામર્થ્ય નથી? “ભલે ને સ્વદ્રવ્ય પરની મૂર્છા તોડવાની ઇચ્છા તેવી પ્રબળ શ્રદ્ધાપૂર્વક થતી હોય, જો સ્વદ્રવ્યને અકબંધ રાખી પરદ્રવ્યથી પ્રભુપૂજા કરવામાં આવે, તો એ પ્રભુપૂજા એની મૂર્છાને તોડી ન જ શકે” આવું જેઓ માનતા હોય તેઓએ પ્રભુપૂજાનો શું અચિન્ત મહિમા છે એને પિછાણ્યો નથી એમ સખેદ કહેવું પડે છે.
જેમ, પોતાના ક્રોધને કાબૂમાં લેવા માટે જે બિલકુલ કાયર છે, તેમ છતાં ક્રોધથી મુક્ત થવા જે પ્રભુના શરણે આવે છે અને પ્રભુપૂજા કરે છે તેના ક્રોધનો નાશ કરવાની તાકાત પ્રભુપૂજામાં છે. જેમ, પોતાની કામવાસનાને થોડી પણ ઓછી કરવાનું સામર્થ્ય જેને પોતાનામાં દેખાતું