________________
પરિશિષ્ટ-૨
૨૧૭ આરાધના છે અને એનાથી વિપરીત, દેરાસરની આશાતના, દેવદ્રવ્યવિનાશ વગેરે દર્શનાચારની વિરાધના રૂપ છે.
આ બધી વાતોથી સિદ્ધ થાય છે કે પ્રભુપૂજા સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે પણ છે જ. તેથી જો તથાવિધ પરિસ્થિતિમાં દેવદ્રવ્યાદિની પૂજા કરવામાં આવે, અને એનાથી, આ લેખમાં અન્યત્ર કહ્યા મુજબ પ્રસન્નતા વગેરેનો અનુભવ થાય તો સમ્યકત્વની પ્રાપ્તિ-શુદ્ધિ વગેરે શા માટે ન થાય ? અને તો પછી મિથ્યાત્વ નામનો રોગ મટ્યો કે મંદ પડ્યો પણ કેમ ન કહેવાય ? અને તો પછી, એ પૂજાને નિરર્થક કેમ કહેવાય ? - હવે બીજી વાત.....તમે જે કહ્યું કે “દેવદ્રવ્યથી પૂજા કરી લેવામાં પોતાના દ્રવ્યરૂપ પરિગ્રહ રોગ તો કાયમ જ રહેવાનો ને !” એ અંગે Caul....V.Vugpradhan.com
સંમેલને દેવદ્રવ્યમાંથી કેસર વગેરે સામગ્રી લાવવાની છૂટ મુખ્યતયા જેની પાસે એવી શક્તિ નથી એને આપી છે . એટલે એની પાસે દ્રવ્યરૂપ પરિગ્રહ જ નથી તો રોગ કાયમ રહેવાની વાત ક્યાં રહી ?
- હવે છતી શક્તિએ જે સ્વદ્રવ્યથી જિનપૂજા નથી કરતો, અન્ય દ્રવ્યથી કરે છે એનો પરિગ્રહનો રોગ નાબૂદ થાય કે નહીં, તે વિચારીએ...
એક વ્યક્તિ પાસે લાખ રૂ. છે. એમાંથી ૧000 રૂ. નો સવ્યય કરી એ સ્વદ્રવ્યથી પ્રભુભક્તિ કરે છે. એની આ પૂજા સ્વદ્રવ્યથી થયેલી હોવાથી પરિગ્રહરોગ નાબૂદ કરવામાં સક્ષમ છે એ વાત, સામાન્યથી તો ઉભયસંમત છે. મારો પ્રશ્ન આટલો છે કે એ પૂજા એણે ખર્ચલ રૂ. ૧૦૦ રૂ. ના અંશના પરિગ્રહરોગનો નાશ કરશે કે પ્રભુપૂજામાં નહીં વપરાયેલ અને આ વ્યક્તિ પાસે જ રહેલ ૯૯૦૦૦ રૂ. ના અંશના પરિગ્રહરોગનો (સર્વથા કે આંશિક) નાશ કરશે ?
‘૧૦૦૦ રૂ. ના અંશના પરિગ્રહરોગનો નાશ કરશે.” આવું જો કહેશો તો એનો અર્થ એ થયો કે “પ્રભુપૂજાએ તો આમાં કાંઈ કર્યું જ નથી, કારણ કે ૧૦% રૂ. ની મૂર્છાનો ત્યાગ તો એ વ્યક્તિએ સ્વયં જ કર્યો છે.” પણ એને આ ૧૦૦૦ રૂ. વાપરવાનો જે ભાવ જાગ્યો એ જ પ્રભુપૂજાનો મહિમા છે.” આવું કહેવું યોગ્ય નથી, કારણ