________________
ધાર્મિક વહીવટ વિચાર
તો જ મટે જો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવામાં આવે.
સમાધાન :
જિનપૂજા એ દ્રવ્યસ્તવ છે અને એ ભાવસ્તવ (ચારિત્ર) ની પ્રાપ્તિ માટે છે એવું શાસ્ત્રોમાં અનેક સ્થળે આવે છે. ચારિત્રમાં પરિગ્રહથી વિરમણ પણ છે જ. એટલે પરિગ્રહનો રોગ કાઢવા માટે જિનપૂજા છે એ માન્ય જ છે. પણ “એ રોગ કાઢવા માટે જ છે' એનું અન્ય કોઈ પ્રયોજન નથી એવી જો માન્યતા હોય તો એ શાસ્ત્રાભ્યાસની અધુરાશ છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના દ્રન્ટિંશત્ દ્રાનિંશિકા પ્રકરણમાં પ્રથમ દાનબત્રીશીમાં આ પ્રમાણે પાઠ છે.
यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात्तस्य चानुकंपालिंगकत्वात्तदर्थकत्वमप्यविरुद्धमेवेति ॥
અર્થ : - (અનુકંપા અનુષ્ઠાનમાં જિનપૂજાનું ગ્રન્થકારે ઉદાહરણ આપ્યું છે એટલે કોઈ શંકા કરે કે આ તો ભક્તિ-અનુષ્ઠાન છે, અનુકંપાઅનુષ્ઠાન નહીં, તો એનું સમાધાન આપતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે.) જો કે જિનપૂજા વગેરે ભક્તિ અનુષ્ઠાન જ છે, તેમ છતાં, એ સમ્યક્ત્વશુદ્ધિ માટે છે, અને સમ્યકત્વનું અનુકંપા એ લિંગ હોવાથી જિનપૂજા અનુકંપા માટે છે” એમ કહેવું પણ અવિરુદ્ધ છે.
પંચલિંગી ગ્રન્થમાં પણ આ પ્રમાણે વ્યવસ્થા દેખાડી છે. એટલે જિનપૂજા સમ્યત્વશુદ્ધિ વગેરે માટે પણ છે જ. પ્રભુપૂજા, તીર્થયાત્રા વગેરે દર્શનાચારના આચારો છે. એનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ-શુદ્ધિ-સ્થિરતા થાય છે એવી વાતો અનેક શાસ્ત્રોમાં આવે છે. “અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂળ આધારા રે......” “તુમ દરિસણથી સમકિત પ્રગટે નિજગુણ ઋદ્ધિ અપાર રે...' વગેરે સ્તવનની પંક્તિઓ પણ આ વાતને જણાવે છે.
દેવદ્રવ્યની ઉપેક્ષા-વિનાશ વગેરે અને જિનમંદિર સંબંધી આશાતનાઓને સમ્યફદર્શન(દર્શનાચાર)ના અતિચારોમાં ગણાવેલ છે. આનાથી પણ જણાય છે કે દેરાસર-દેરાસરમાં થતી ભક્તિ, દેવદ્રવ્યની રક્ષા-તેનાથી થતાં પ્રભુપૂજા - જીર્ણોદ્ધાર વગેરે કાર્યો એ સમ્યગ્દર્શનની