________________
પરિશિષ્ટ-૨
૨૧૫
સંમેલને તો માત્ર, જ્યાં જરૂર હોય ત્યાં, ભગવાનની ભક્તિ માટે જ કેસર-સુખડ વગેરે સામગ્રી કે પૂજારીનો પગાર એમાંથી આપી શકાય એમ કહ્યું છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ સિવાયના અન્ય કોઈપણ કાર્યમાં દેવદ્રવ્યના ઉપયોગનો સંમેલન સ્પષ્ટપણે નિષેધ જ કરે છે. જ્યાં પૂજારી જ ઉપાશ્રયનું પણ કામ કરતો હોય ત્યાં એટલો પગાર સાધારણખાતામાંથી આપવો જ જોઈએ એવું ભારપૂર્વક સંમેલનમાં ભાગ લેનારા આચાર્ય ભગવંતા જણાવે છે.
ઉપાશ્રય વગેરેનાં કાર્યોમાં પણ જે દ્રવ્ય ઉપયોગમાં આવી શકતું હોય એને સાધારણદ્રવ્ય કહેવાય એવું વિરોધીવર્ગ પણ સ્પષ્ટ જાણતો હોવા છતાં આ લોકો તો દેવદ્રવ્યને સાધારણમાં લઈ ગયા” એવો જે આરોપ મૂકે છે એની પાછળ શું થઈ રહ્યું છે એનો દરેક સુજ્ઞ જિજ્ઞાસુએ માધ્યશ્મથી વિચાર કરવા જેવો છે. પક્ષપાત બાજુ પર મૂકીને વિચાર કરવાની તૈયારી એ માધ્યસ્થ છે, એ જ જીવને આત્મહિતના માર્ગે આગળ વધારી શકે છે. છતી શક્તિ અને શક્યતાએ પણ, અન્ય બધી વાતોને સાંભળવાની કે વિચારવાની કોઈ તૈયારી જ ન થવા દે એવી કોઈપણ પક્ષની ગાઢ પકડ આત્મહિતની બાધક છે એવો સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિ મહારાજ, મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ આદિ શાસ્ત્રકારોનો સ્પષ્ટ અભિપ્રાય છે એ દરેક આત્મહિતેચ્છુએ યાદ રાખવા જેવું છે. પ્રસ્તુત લેખને પણ કોઈપણ પક્ષની પકડ વગર શાંતચિત્તે માધ્યશ્યપૂર્વક સર્વ કોઈ આત્મહિતેચ્છુ વિચારે એવી ખાસ ભલામણ છે.
શંકા -
મહોપાધ્યાયશ્રી યશોવિજયજી વિરચિત સવાસો ગાથાના સ્તવનની ૮ મી ઢાળની છેલ્લી ગાથા આવી છે.
‘તો મુનિને નહીં કિમ પૂજના, એમ તું શું ચિં શુભ મના ? રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ.”
‘આનો અર્થ આવો છે કે : ગૃહસ્થને પરિગ્રહનો રોગ વળગ્યો છે. મુનિને તે રોગ નથી એટલે પરિગ્રહનો રોગ કાઢવા માટે દ્રવ્યપૂજા ગૃહસ્થ માટે આવશ્યક છે. હવે જો દેવદ્રવ્યથી પૂજા કરી લેવામાં આવે તો પોતાના દ્રવ્યરૂપ પરિગ્રહ રોગ તો કાયમ જ રહેવાનો ને ? એ રોગ