________________
પરિશિષ્ટ-૨
૨૧૯
નથી, તેમ છતાં કામવાસનાને તિલાંજલિ આપવા જે પ્રભુશરણે આવી ભક્તિ કરે છે તેની કામવાસનાને શાંત કરવાનું સામર્થ્ય પ્રભુપૂજામાં છે, તેમ પોતાના લોભને જરાપણ ન છોડી શકનારો એને છોડવા માટે પ્રભુશરણે આવી પ્રભુપૂજા કરે તો એના લોભને તોડવાનું અચિન્ત માહાત્મ પ્રભુપૂજામાં
પ્રભુપૂજા.ક્રોધીના ક્રોધને દૂર કરે છે.... કામીના કામને શાંત કરે છે...
લોભીના લોભને ખતમ કરે છે... આ જ દેવાધિદેવનું અનેકમાંનું એક અચિન્ય માહાસ્ય છે... એ દરેકે પોતાના દિલમાં કોતરી રાખવા જેવું છે....
સાવધાન - (૧) સ્વદ્રથી થતી જિનપૂજાને આ લેખ ગૌણ કરી રહ્યો છે એવો વાંકો અર્થ રખે કોઈ કરી બેસતા. “સ્વદ્રવ્યથી જિનપૂજા કરવામાં શ્રાવકને અધિક લાભ થાય છે.’ એ સ્પષ્ટ જ છે. પણ, જ્યાં એ શક્યતા ન હોય તેમજ સાધારણ ખાતામાંથી પણ એની શક્યતા ન હોય, ત્યાં સુપનાની બોલી વગેરેથી પ્રાપ્ત થયેલ દ્રવ્યથી પણ સામગ્રીની વ્યવસ્થા કરી જિનભક્તિ થઈ શકે છે. આવું સંમેલને જે ઠરાવ્યું છે, એ શાસ્ત્રથી અવિરુદ્ધ છે કે “જિનભક્તિ સ્વદ્રવ્યથી જ થાય, દેવદ્રવ્યથી ન જ થઈ શકે એવો જે પ્રચાર થાય છે એ શાસ્ત્રથી અવિરુદ્ધ છે ? એની જિજ્ઞાસુઓ યોગ્ય નિર્ણય કરી શકે એ માટે આ લેખ છે.
(૨) સંમેલને સ્વપ્ન ઉછામણી વગેરેથી પ્રાપ્ત થયેલ કલ્પિત દેવદ્રવ્યમાંથી કેસર-સુખડની સામગ્રી વગેરેનો પ્રબંધ કરવાની અનુજ્ઞા આપી છે, જેમાં તો કોઈ ચર્ચાને સ્થાન જ નથી, કેમ કે દેવદ્રવ્યના ૩ વિભાગોનું જે સંબોધપ્રકરણ ગ્રન્થમાં નિરૂપણ છે એમાં જ કલ્પિત દેવદ્રવ્યનો ઉપયોગ દેરાસર સંબંધી સર્વપ્રકારના કાર્યો માટે જણાવ્યો છે.
તેમ છતાં, મેં આ લેખમાં, કલ્પિત દેવદ્રવ્ય એવા વિશેષ વિભાગની મુખ્યતયા વિવક્ષા રાખ્યા વગર જ સામાન્યથી જ દેવદ્રવ્યમાંથી પણ કેસર વગેરેની વ્યવસ્થા કરી શકાય છે એવું જે પ્રતિપાદન કર્યું છે તેમાં નીચેનાં કારણો જાણવાં.