________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૪૭ કર્તવ્યરૂપ છે. મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં વર્ષો સુધી વિહરેલા પૂજ્યપાદ સ્વ. યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ જ્યાં જ્યાં ગરબડ થયેલી ત્યાં દરેક સંઘના હિસાબો જોતા, યોગ્ય સૂચનો કરતા, તમામના ચોપડા ચોખા કરતા.
સવાલ:[૧૪૩] દેવદેવતાના ભંડારની, આરતી વગેરે ઉછામણીની રકમો શેમાં જમા થાય ?
જવાબ : સાધારણ ક્ષેત્રમાં જમા કરવી.
સવાલ :[૧૪૪] સાધારણનું ફંડ ઊભું કરવા માટે બાર માસના બાર શ્રાવકો બનવાની ઉછામણી બોલાવી શકાય ? તેમને તે તે મહિનાનું ‘શ્રેષ્ઠી’ પદ આપવું પડે અને તે તે મહિનામાં સંઘ તરફથી થનારા બહુમાનો તેમના જ હાથે કરાવવાં જોઈએ કે નહિ ?
જવાબ : આમ કરવામાં કોઈ શાસ્ત્રીય બાધ જણાતો નથી. આવી રીતે સાધારણ ખાતાની શાસ્ત્ર અવિરુદ્ધ શિષ્ટ કક્ષાની રીતો શોધવી જોઈએ. જેથી દેવદ્રવ્યમાં હવાલો નાંખવાનો કે તેનું ભક્ષણ કરવાનો સમય આવે
સવાલ : [૧૪૫] દેરાસરમાં સાધારણ ખાતાનો ભંડાર રાખી શકાય? જો હા, તો કયે ઠેકાણે તે મુકાય ?
જવાબ : દેવદ્રવ્યમાં નાંખવાની ઇચ્છાની રકમ ભૂલમાં સાધારણના તે ભંડારમાં નંખાઈ જવાની શક્યતા હોવાથી આ ભંડાર દેરાસરમાં ન રાખતાં દેરાસરની બહાર જ રાખવો જોઈએ. ત્યાં જો તેની ‘સલામતી’ ન જણાતી હોય તો દેરાસરમાંથી બહાર નીકળતી વખતે છેલ્લે જ તે નજરમાં જાય એ રીતે રાખવો જોઈએ. “સાધારણ-ખાતાનો ભંડાર” એ મસમોટા અક્ષરે લખાવીને તેનું પાટિયું તેની ઉપર મૂકવું જોઈએ. - સાધારણને બદલે શુભ ખાતા (સર્વસાધારણ) નો ‘જ ભંડાર મુકાય તો સારું.
સવાલ : [૧૪૬ નવકારશી, સ્વામીવાત્સલ્યની બોલીમાં વધેલી રકમ શેમાં વપરાય ?
જવાબ : બન્ને રકમ કોઈ ધાર્મિક કાર્યમાં સાત ક્ષેત્રના સાધારણમાં વપરાય.