________________
૭૨
ધાર્મિક વહીવટ વિચાર આ વિષય ખૂબ વિચાર માંગી લે છે.
સવાલ :[૧૯]દેરાસર બાંધવા માટે લેવાની જમીન સાધારણમાંથી લેવી ? કે દેવદ્રવ્યમાંથી ?
જવાબ : જેટલી જમીન ઉપર દેરાસરજીનું બાંધકામ થવાનું હોય તેટલી જમીનની ખરીદી દેવદ્રવ્યમાંથી થઈ શકે. બાકીની કમ્પાઉન્ડ વગેરે સ્વરૂપ જમીન સાધારણમાંથી જ ખરીદવી જોઈએ. કેમ કે ત્યાં બાંકડા નાંખીને ગૃહસ્થો વિશ્રામ વગેરે કરે, બગીચો બનાવાય તો તેનાં ફળ ગૃહસ્થો લઈ જાય તો તે બધું દેવદ્રવ્યની જમીનમાં કરી શકાય નહિ.
સવાલ : [૨૦] અંખડ દીવો શાસ્ત્રીય છે ? તેનો નિભાવ દેવદ્રવ્યમાંથી થઈ શકે ?
જવાબ : અખંડ દીવાનું વિશેષ વિધાન નથી. ધર્મજનો મંગલ માટે સામાન્યતઃ આ દીવો રાખતા હોય છે. એટલે જો તે રાખવો જ હોય તો તેનો નિભાવ સ્વતંત્ર ફંડ કરીને કે તેની ઉછામણીથી કરાય તો વધુ સારું રહેશે.
સવાલ : [૨૧] દેવદ્રવ્યની રકમ બીજા કોઈ ધાર્મિક ખાતે લેવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું ઉચિત ગણાય ?
જવાબ : આમ કરવું ઉચિત નથી. કેમકે એ રકમની સલામતીની ખાતરી શું ? સંઘમાં તેના વહીવટદારો બદલાય, અથવા તેમનામાં ઝગડા પડી જાય, નવા વહીવટદારો સુધારાવાદી વિચારોના હોય તો રકમની ચુકવણી પૂરા વ્યાજ સાથે ન થવાની શક્યતા છે. આમ થાય તો આખા સંઘના માથે ભાર આવી જાય. એટલે જ્યારે ઉપાશ્રય વગેરે બાંધવા આદિનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે દેવદ્રવ્યની રકમ વ્યાજે ન લેતાં ગામના સુખી ગૃહસ્થો પાસેથી વગર વ્યાજની પાંચ વર્ષની લોન લેવી. પાંચ વર્ષમાં તે રકમ વહીવટદારોએ તેમને પરત કરવી. ઉપાશ્રયાદિ તૈયાર થતાં મકાન ઉપર, હોલમાં, રૂમોમાં નામકરણની યોજના વગેરે કરીને રકમ એકઠી કરીને પેલી લોન દરેકને પરત કરી દેવી.
જ્યારે આવી વાત કરાય છે ત્યારે સામાન્યતઃ સુખી ગૃહસ્થો લોન આપવા માટે ઉત્સાહ ધરાવતા નથી. કેમકે તેમને રકમ પરત મળવા બાબતમાં શંકા રહે છે. કાશ ! તો પછી દેવદ્રવ્યની ઉપાડેલી રકમ પરત