________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૭૩ મળવા અંગે પણ શું શંકા ન રહે ? શા માટે તે જોખમ લેવું જોઈએ.
બાકી જો રકમની પૂરી સલામતીની ખાતરી હોય તો બેંકમાં દેવદ્રવ્યની રકમ મૂકીને હિંસક કાર્યો(ઉદ્યોગો, માછીમારી વગેરે)માં તેનો ઉપયોગ કરવા દેવો તે કરતાં ઉપાશ્રયાદિમાં બેંકથી પણ વધુ વ્યાજ આપીને રોકાણ કરવું એ ઠીક જ લાગે છે.
" પરન્તુ લાખ રૂપિયાનો સવાલ તે રકમની સલામતીનો હોવાથી આ સાહસ ઇચ્છનીય નથી.
સવાલ :[૨૨] આરતીમાં કે ખાત્રપૂજામાં (બત્રીસ કોઠી વખતે) મુકાતાં નાણાં કોને મળે ? દેવદ્રવ્યને ? પૂજારીને ?
જવાબ : જો તે રીતનો પરંપરાગત લાગો નક્કી થયો હોય તો પૂજારીને, અન્યથા દેવદ્રવ્યને. નવા સ્થપાતા સંઘોમાં દેવદ્રવ્યમાં જ લઈ જવા, તેવો લાગો રાખવો નહિ. // સવાલ : [૨૩] ઘરદેરાસરમાં પ્રતિમાજી કેવાં અને વધુમાં વધુ કેટલા ઇચનાં હોઈ શકે ?
જવાબ : ઘરની અંદર જો દેરાસર હોય તો તેમાં પંચધાતુનાઅગીઆર ઈચ સુધીના પ્રતિમાજી રાખી શકાય. પણ પાષાણના રાખી શકાય નહિ. ઘરથી છૂટું-કમ્પાઉન્ડ વગેરેમાં સંઘ માટેનું સંઘદેરાસર કરાય તો તેમાં એકી આંકડાનાં પાષાણનાં પણ પ્રતિમાજી રાખી શકાય.
કેટલાક કહે છે કે ઘરની અંદર આવેલા ઘરદેરાસરમાં પણ ૧૧ ઇંચ સુધીનાં પાષાણના પ્રતિમાજી રાખી શકાય. આવું કોઈક ઠેકાણે જોવા મળે છે પણ ખરું. કયાંક તો ઘરની અંદર આવેલા ઘરદેરાસરમાં ૧૧ ઇચથી મોટાં-ઘણાં મોટાં-૩૧ ઇચવાળા પણ પાષાણના ભગવાન જોવા મળ્યા છે. (અમદાવાદમાં) પણ તે આપવાદિક જાણવું. * સવાલ : [૨૪] ઘરદેરાસરની ભંડારાદિની આવક ઘરદેરાસરની સામગ્રી લાવવામાં વાપરી શકાય ?
જવાબ : ના. જરાય નહિ. સ્વદ્રવ્યથી લાવવી જોઈએ. ભંડારાદિની આવક જ્યાં શાસ્ત્રાજ્ઞા મુજબ વહીવટ થતો હોય તેમ જ દેવદ્રવ્યની સંગ્રહવૃત્તિ ન હોય તેવા સંઘદેરાસરમાં જ જમા કરાવવી જોઈએ.
સવાલ : [૨૫] ઘરદેરાસરના ચોખા, બદામાદિનું શું કરવું ?