________________
૭૪
ધાર્મિક વહીવટ વિચાર જવાબ : કાં વેચીને સંઘદેરાસરમાં તે રકમ જમા કરાવવી અથવા ચોખા વગેરે સંઘદેરાસરમાં મોકલી આપવા. એ જ ચડી ગએલા ચોખા બદામથી કે બદામના વેચાણથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી સંઘદેરાસરમાં ઘરનો માલિક અક્ષત-પુષ્પાદિ કોઈ પણ પ્રકારની પૂજા કરી શકે નહિ. એમ કરે તો લોકોનો જુઠો યશ મળે કે વાહ ! ભાઈ કેવા ઉદાર છે કે ઘરદેરાસરે અક્ષતપૂજાદિ કર્યા બાદ ફરી મોટા દેરાસરે પણ નવા અક્ષતાદિથી પૂજા કરે છે. આમ કરે તો આ જૂઠો જશ મળવાનો દોષ લાગે તેમ ‘દ્રવ્યસપ્તતિકા' ગ્રન્થમાં કહ્યું છે. અહીં દેવદ્રવ્યના ભક્ષણનો તેને દોષ લાગે તેવું કહ્યું નથી.
સવાલ : [૨૬] દેવદ્રવ્યની ઉછામણી ઉપર થોડોક સરચાર્જ નંખાય અને તે રકમ સાધારણ ખાતે લઈ જવાય તો સાધારણ ખાતાનો તોટો બધેથી નીકળી ન જાય ?
/ જવાબ : બેંકમાં મૂકેલી દેવદ્રવ્યની રકમ ઉપર મળતું વ્યાજ જેમ સાધારણ ખાતે લઈ જવાય નહિ, તેમ દેવદ્રવ્યની ઉપર નંખાતો સરચાર્જ પણ સાધારણ ખાતે લઈ જવાય નહિ.
જે માણસો ઉછામણી બોલે છે તેઓ અમુક રકમ વાપરવાનો મનમાં સંકલ્પ કરતા હોય છે. દા.ત. તે એક હજાર રૂપિયા વાપરવા માંગતો હશે તો ચાર રૂપિયા મણ ઘીનો ભાવ હોય તો અઢીસો મણ ઘી સુધી તે બોલશે. આમ તેના એક હજાર રૂપિયા દેવદ્રવ્યમાં જશે. હવે જો તે ચાર રૂપિયા ઉપર એક રૂપિયો સરચાર્જ નંખાશે તો તે મણનો ભાવ પાંચ રૂપિયા ગણીને બસો મણ ઘી બોલશે. આમ થતાં દેવદ્રવ્યમાં તેના આઠસો રૂપિયા જમા થશે. આમાં બસો રૂપિયા નું દેવદ્રવ્યને નુકસાન થાય છે. એટલે સરચાર્જ નાંખી શકાય નહિ. ખરી વાત એ છે કે સરચાર્જ, પ્રિમિઅર શો, વગેરે દ્વારા સાધારણમાં કે ઉપાશ્રયાદિમાં રકમ ભેગી કરનારા સંઘમાં જે ધનવાન માણસો છે તેમના ઔદાર્યમાં ઘણી ઓછાશ છે, એ વાત નક્કી થાય છે. આ માટે જો પુણ્યવાન વ્યાખ્યાનકારો ધનમૂચ્છ ઉતારી નાંખતી વાણી બરોબર વહાવે તો ધનનો એવડો મોટો ઢગલો થઈ જાય કે સરચાર્જ વગેરે માર્ગોનો આશ્રય વહીવટદારોને લેવો પડે નહિ, વળી વિશિષ્ટ વ્યાખ્યાનકાર મુનિઓએ સાધારણ ખાતાના તોટાવાળાં