________________
૭૫
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી સ્થળોમાં સાધારણના ફંડની યોજના પ્રધાનપણે મૂકીને તેમાં જ માતબર રકમ થઈ જાય તેવો ઉપદેશ દેવો જોઈએ. જો તેવે વખતે પણ દેવદ્રવ્યના મહિમાને મુખ્યતા આપીને સાધારણખાતાની ઉપેક્ષા કરવાનું સમજાવાશે તો પરિસ્થિતિ એવી આવશે કે સાધારણમાં સદા ખાડો રહેતાં દેવદ્રવ્યમાં હવાલો નાંખીને દેવદ્રવ્યના ભક્ષણનું કારમું પાપ ચાલુ રહેશે. વ્યાજ પણ ભરવાની જ્યાં તાકાત ન હોય તે સંઘ મૂડી તો શી રીતે પરત કરશે ? આના કરતાં સાધારણ ખાતાની આવકના રસ્તાઓ ઉપર જોર આપવું તે જ બરોબર ગણાય.
સવાલ : [૨૭] દેવદ્રવ્યની રકમ સાધારણાદિ ખાતે વપરાઈ ગઈ હોય તો શું કરવું ?
જવાબ : વહેલી તકે પૂરા વ્યાજ સાથે તે રકમ તે ખાતાને પરત કરવી જ જોઈએ. દેવદ્રવ્યના કોઈ પણ પ્રકારના ભક્ષણને અતિ ભયાનક કક્ષાનું પાપ કહેવામાં આવ્યું છે. આમાં તો સંકાશ શ્રાવક અનંત સંસારી
સાવક અનત સંસારી બની ગયો.
દેરાસરના સુગંધીદાર દેવ-નિર્મિત સાથિયાના ચોખા શુભંકર શેઠે ખીર બનાવવા ઉપાડી લીધા. તેની સામે પોતાના વાટવાના ત્રણ ગણા ચોખા તેણે ભંડાર ઉપર મૂકયા. પણ તો ય તે શુદ્ધ ન થયો. તે ચોખાની ખીર ખાવાના કારણે શુભંકર શેઠ ધંધાથી પૂરો બરબાદ થયો. તે ખીર જે સાધુને તેણે વહોરાવી તે સાધુ સંયમજીવનથી શિથિલ થયો. પછી ગુરુએ વમન વિરેચનથી તેના પેટમાંથી તે ચોખા કઢાવી નાખ્યા અને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપી માર્ગે લાવ્યા.
આ વિપાકો જાણીને દેવદ્રવ્યની મૂડીનું કે તેના વ્યાજનું લગીરે ભક્ષણ કરવું નહિ, વહીવટદારોએ તેમ થવા દેવું નહિ.
જે લોકો ઉછામણી બોલે તેમણે સમજી લેવું જોઈએ કે ઉછામણીની રકમ બને તેટલી જલ્દી ભરી દેવી જોઈએ. જો સંઘે મુદત નક્કી કરી હોય તો તે મુદત વીતી જાય તે પહેલાં જ રકમ ભરી દેવી જોઈએ. જો પછી રકમ ભરે તો વ્યાજ સહિત વહેલામાં વહેલી ભરી દેવી જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં વ્યાજ ન ભરે તો મૂડી ભરીને, વ્યાજ ભરવાની વાત ભવિષ્ય માટે ઊભી રાખવી જોઈએ. સ્ત્રીનાં ઘરેણાં વેચીને પણ દેવદ્રવ્યની