________________
૩૬
ધાર્મિક વહીવટ વિચાર રકમ ચૂકતે કરવી જ જોઈએ. ખાવામાં ઘી વગેરે બંધ કરીને રકમ બચાવવી અને તે રીતે પણ દેવદ્રવ્યની રકમ ચૂકતે કરવી.
સવાલ : [૨૮] ઘરમાં બેનોને M.c. ના કારણે આશાતનાનો ભય રહે તો ઘરદેરાસર થાય ?
જવાબ : વ્યવહારમાં દરેક સ્થળે ભય તો હોય જ છે. ખાવામાં કબજિયાતનો, ધંધામાં નુકસાનનો, પ્રવાસમાં અકસ્માતનો વગેરે ભય કયાં નથી ? છતાં તે ભયને પાર કરીને દરેક માણસ સાહસ કરે છે.
કબજિયાત ન થાય તેની કાળજી કરીને સહુ ભોજન કરે છે. આ ભયથી કાંઈ ખાવાનું બંધ કરી દેવાતું નથી.
કપડામાં જૂ પડવાનો ભય છતાં જૂ ન પડે તેની કાળજીપૂર્વક કપડાં પહેરવાનું ચાલુ રખાય છે. તે ભયથી કોઈ કપડાંનો ત્યાગ કરતું નથી.
M.C. વાળી બેનો શ્રાવિકા છે. તેને આશાતનાની ખબર છે. એટલે તેના દિવસોમાં તે અંગેની પૂરતી કાળજી લે તો ઘરદેરાસર કરવામાં કોઈ આશાતના રહે નહિ.
આવું કહેનારા ઘણાખરા લોકો ઘરમાં દેરાસર કરવા પ્રત્યે અણગમો ધરાવતા હોય છે. તે માટે તેમને આ આશાતનાનું બહાનું મળી જાય છે. આ રીતે ઘરમાં ભગવાનનો પ્રવેશ ન થવા દેવો એ જ શું અતિ મોટી ભગવાનની આશાતના નથી શું ? ઘરમાં બધા રહી શકે, ભગવાન જ નહિ ! અરેરેરે......
કદાચ કયારેક દેરાસરમાં M.C. વાળું કોક ભૂલમાં જઈ ચડે તો તેનું નિવારણ કયાં નથી ? દેરાસરને દૂધે ધોવું અને ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. આ રીતે દોષ મટી જાય. અને પરમાત્મપૂજન વગેરે લાભો તો કેટલા બધા ચાલુ રહે !
ઘરદેરાસર હોય તો ઘરનાં નાનાં-મોટાં સહુ પરમાત્માની પૂજા, આરતી, ભાવના વગેરે કરી શકે. દૂરના દેરાસરે સવારની સ્કૂલવાળાં બાળકો માંડ રવિવારે જઈ શકે.
ઘરદેરાસરના અમાપ લાભોને નજરમાં રાખીને, M.C. ની આશાતના બાબતમાં સાવધ રહીને, આશાતના થાય ત્યારે નિવારણ કરવાની તૈયારી સાથે ઘરદેરાસર તો કરવું જ જોઈએ. નવી પેઢીનાં સંતાનોને પશ્ચિમના