________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૭૭
ઝેરી પવનથી ઉગારવાનો એકમાત્ર રસ્તો છે “ઘરદેરાસરે તે સર્વની
જિનપૂજા.”
સવાલ : [૨૯] ઘરદેરાસર બનાવવામાં કઈ કાળજીઓ કરવી જોઈએ?
જવાબ : (૧) ઘરના કોઈ પણ સભ્યની રાશિ ઉપર જે પરમાત્મા આવતા હોય તેમને મૂળનાયક તરીકે બિરાજમાન કરવા. (૨) સામાન્યત : પંચધાતુ વગેરે પાષાણ સિવાયના-૧૧ ઇંચ સુધીના પ્રભુજી હોવા જોઈએ. (૩) પરમાત્માના મુખની સામે દક્ષિણ અથવા પશ્ચિમ દિશા સામાન્યતઃ આવવી જોઈએ. (૪) પરમાત્માને જે સ્થળે ગાદીનશીન કર્યા હોય તેની ઉપરના માળે કોઈનો પગ ન પડવો જોઈએ. નીચે કે બાજુમાં સંડાસ કે તેની પાઇપલાઈન ન હોવી જોઈએ. (૫) દેરાસરના ભાગમાં કોઈ પણ સાંસારિક કાર્ય કરવું નહિ. (૬) છેવટે કબાટ બનાવવું અને તેને
દર્શન પેજ સિવાયના સમયમાં બંધ રાખવું, જેથી પ્રભુજી દેખાય નહિ.
લોખંડ ન વાપરવું, દૃષ્ટિ મેળવવી વગેરે-નિયમો લાગુ થતા નથી. (૯) આખું ઘર બહારગામ જવાનું હોય, પડોશી પણ પૂજા કરી શકે તેમ ન હોય ત્યારે તેટલા વખત માટે પ્રભુજીને સંઘદેરાસરમાં પધરાવી દેવા. ફરી ઘરમાં લાવતી વખતે સાત નવકાર ગણીને પ્રવેશ કરાવવો. (૧૦) ઘરદેરાસરની તમામ વસ્તુ-ચોખા, બદામ, ફળ વગેરે ભંડારની રકમ વગેરેસંઘ દેરાસરમાં આપવી. (૧૧) બહારના લોકો ઘરદેરાસરમાં પૂજા કરવા આવે તેવી વ્યવસ્થા કરવી હોય તો દેરાસરનો દાદરો કે દ્વાર સાવ અલાયદાંબારોબાર-રાખવાં, જેથી ઘરના લોકો સાથેના સંપર્કમાં તે લોકો આવી શકે નહિ.
સવાલ : [૩૦] કોઈ પુણ્યશાળી આત્મા સ્વદ્રવ્યરૂપ દસ લાખ રૂપિયા ખર્ચવાના સંકલ્પ સાથે શિખરબંધી જિનાલય બનાવવા માંગે છે. આ દેરાસરની રકમ તે જ્યાં જ્યાં સાધારણ ખાતે રકમની જરૂર હોય ત્યાં આપે, અને તે સંઘ પાસેથી તેટલી જ દેવદ્રવ્યની રકમ મેળવે. અને તે રકમમાંથી દેરાસર બનાવે તો ચાલે ? આમાં તેને બે લાભ થાય. દેરાસર બની જાય અને અનેક સંઘોનાં સાધારણ ખાતાં તર