________________
૭૮
ધાર્મિક વહીવટ વિચાર થાય અથવા દેવદ્રવ્યની લોન પરત થઈ જાય.
જવાબ : જે દાતાએ જેટલી પોતાની રકમ દેરાસર ખાતે લગાડવાનો એકદમ દૃઢ સંકલ્પ કર્યો હોય તેટલી તે રકમ દેવદ્રવ્ય બની જાય છે. આ રકમ બીજા સંઘોના સાધારણ ખાતે તે આપી શકે નહિ, પરંતુ તેમાં સંકલ્પથી ઉપર રકમ જાય : ધારો કે દસ લાખનો સંકલ્પ છે અને દેરાસરનું કામ વધતાં કે મોંઘવારી વધતાં વીસ લાખ સુધી ખર્ચ થવાનો છે તો જે બીજા દસ લાખ છે તેમાં તેનો દેવદ્રવ્ય ખાતે ખર્ચવાનો સંકલ્પ ન હતો એટલે આ ચોખ્ખી રકમ તે અન્ય સંઘોના સાધારણ ખાતે આપી શકે. આની સામે તે સંઘો તેને દેવદ્રવ્યની રકમ પણ તેટલી જ કે તેથી ઓછીવત્તી આપી શકે. એ રકમ પોતાના દેરાસરના બાકી રહેલા દસ લાખ રૂ. ના કામમાં તે લગાડી શકે. પણ હવે એ દેરાસર તેનું પોતાનુંસ્વદ્રવ્યનું-બનાવેલું છે એવું તેનાથી કહી શકાશે નહિ. તેણે અન્ય સંઘોએ આપેલી દેવદ્રવ્યની રકમોની નોંધરૂપ તકતી દેરાસરના મુખ્ય સ્થળે લગાવવી જોઈએ, જેથી કોઈની ગેરસમજ થાય નહિ.
સવાલ એ છે કે શું આવું કરવું જોઈએ ખરું ? મને લાગે છે કે ઉપરની સ્થિતિમાં આમ કરાય તો સારું. ભલે તેથી તે દેરાસર સ્વદ્રવ્યનું નહિ કહેવાય, પણ તેની સામે અનેક સંઘોની દેવદ્રવ્યની લોન પરત થઈ જવાનો સાધારણ ખાતેથી થઈ શકતાં કાર્યો સંપન્ન થવાનો લાભ ખૂબ મોટો છે. બાકી તો આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તત્કાલીન ગીતાર્થ ગુરુ પાસે સઘળી વાત મૂકીને તેમનું માર્ગદર્શન લેવું.
સવાલ : ૩૧ દેવદ્રવ્યની રકમ બેંકમાં રાખીને હિંસાદિના કાર્યમાં વપરાવવી તે કરતાં તે રકમની જમીન ખરીદી કરી લેવી સારી નહિ?
જવાબ : હા, જરૂર સારી. પરન્તુ તે જમીન ઉપર દેરાસરજીનું જ નિર્માણ કરવું જોઈએ. અથવા ભવિષ્યમાં ભાવો વધી જાય અને તે જમીન વેચવાની થાય તો તે રકમ દેવદ્રવ્યમાં જ જમા કરવી જોઈએ. વળી જમીન વેચવાનું કામ સહેલું નથી. ચેરિટી કમિશ્નની પરવાનગી લેવી પડે, અખબારોમાં જાહેરાત આપવી પડે વગેરે ઘણી વિધિઓ છે. એમાં ફસાઈ જવાની પૂરી શક્યતા છે.
છતાં બેંકમાં રકમ રહે તે કરતાં જમીનમાં રહે તેમાં હિંસાની