________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૭૯ અનુમોદના મટે અને વ્યાજ કરતાં ય વધુ રકમ વેચાણ થતાં મળે એ લાભો તો છે જ.
પણ આ બધું કરવા કરતાં જ્યાં જીર્ણોદ્ધારાદિમાં રકમની જરૂર છે ત્યાં જ શા માટે ટ્રસ્ટીઓ રકમ આપી ન દે ? એ રકમનો ગાંડો મોહ શા માટે રાખવો જોઈએ ?
આંખ સામે બળદ ભૂખ્યા મરતો હોય છતાં જીવદયાની રકમમાંથી તેને ઘાસ લાવીને ન ખવરાવવું ? રકમ જમા જ રાખી મૂકવી એ કેવું નકડું ગાંડપણ કહેવાય ? આવું જ આ બાબતમાં શા માટે કરવું જોઈએ?
' અરે ! મોહ હોય તો ભલે. દાન ન આપો, પણ જીર્ણોદ્ધારાદિના કાર્યોમાં લોન તો આપો. એ રીતે પણ ટ્રસ્ટીઓ બેંકમાં જમા રાખવાનાં સંભવિત પાપોથી ઊગરી તો જશે !
સવાલ : [૩૨] દેવદ્રવ્ય ખાતેથી સાધારણ ખાતું લોન લઈને કોઈ જમીન ખરીદે અને પછી ઊંચા ભાવે જમીન વેચીને દેવદ્રવ્યને વ્યાજ સાથે લોન પરત કરીને બાકીની રકમ સાધારણ ખાતે જમા કરી શકે ખરી ?
જવાબ : ના....આ તો દેવદ્રવ્યના ખાતા સાથે કાયદેસરની પણ ઠગબાજી કહેવાય. આમ કરવામાં દેવદ્રવ્યને નુકસાન પહોંચાડ્યું છે. એ સમજી શકાય છે કે આમ કરવા પાછળ સાધારણ ખાતું તરતું કરવાનો હેતુ છે, પરંતુ જો તેમ જ કરવું હોય તો સુખી શ્રીમંતો પાસેથી લોન (વ્યાજે કે વગર વ્યાજે) લઈને જમીન ખરીદવી જોઈએ. ઊંચા ભાવે જમીન વેચીને શ્રીમંતોને તેમની રકમ વ્યાજ સાથે પરત કરીને બાકીનો નફો સાધારણ ખાતે જમા કરવો જોઈએ. આમ છતાં વિશિષ્ટ કોટિના ગીતાર્થ મહાત્મા કે જેઓ આવી બાબતના અનુભવી હોય તે જેમ કહે તેમ કરવું.
સવાલ : [૩૩] સંઘમાં બાળજીવો ધર્મમાં જોડાય એ હેતુથી અષ્ટપ્રકારી પૂજન જેવું કોઈ અનુષ્ઠાન રખાય અને તેનો ખર્ચ (કેસરાદિનો તથા સાધર્મિક ભક્તિનો) કાઢવા માટે દરેક વ્યક્તિ પાસેથી નકરો લેવાય. માત્ર મૂળનાયક ભગવંતની અષ્ટપ્રકારી પૂજાની આઠ ઉછામણી બોલાવાય તો ચાલે ખરું ?
જવાબ : અષ્ટકારી પૂજા વગેરેમાં ફક્ત પૂજાનો જ નકરો વગેરે