________________
૮૦
ધાર્મિક વહીવટ વિચાર રાખીને આયોજન કરાય તો તે રકમ માત્ર પૂજાના-પૂજાની સામગ્રી, પૂજા મંડપ વગેરેના-ખર્ચમાં વપરાય, વધારાની રકમ દેવદ્રવ્ય ખાતે જમે કરાવવી જોઈએ. - જ્યારે અનેક વ્યક્તિઓ ભેગી થઈ સાધર્મિક ભક્તિ કે પ્રભાવના વગેરે સહિત જિનભક્તિ અનુષ્ઠાનનું કે મહોત્સવનું આયોજન કરે અને દરેક વ્યક્તિ પાસે આયોજન ખર્ચ પેટે એક હજાર, પાંચ હજાર વગેરે રકમ (નકરો) નક્કી કરી લે અને પછી પ્રત્યેક આયોજકનો એક ભગવાનને અભિષેક કે અશ્મકારી પૂજા વગેરેનો લાભ તેના દાનાદિને અનુરૂપ રીતે ફાળવી દેવામાં આવે તો કોઈ વાંધો રહેતો નથી. આવા પ્રકારના આયોજનની રકમમાંથી સાધર્મિક ભક્તિ, પ્રભાવના મંડપના ખર્ચ, પૂજાની સામગ્રી વગેરેનો ખર્ચ કરી શકાય. આમાં કોઈ વાંધો રહેતો નથી. આવાં અનુષ્ઠાનોથી શાસન-પ્રભાવના, દેવદ્રવ્યની સારી એવી વૃદ્ધિ તથા અનેક જીવોને સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થવાનો મહાન લાભ જણાય છે. VT હાલમાં અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ કે બીજા કોઈ મહોત્સવ પ્રસંગે સિદ્ધચક્ર પૂજન, શાંતિ-સ્નાત્ર વગેરેના આદેશો, નકરા કે ઉછામણીપૂર્વક પણ અપાય છે. અને તેમાંથી સિદ્ધચક્રપૂજન કે શાંતિ-સ્નાત્રનો પ્રભાવના સાથેનો ખર્ચ કરાય છે. આનું કારણ એ છે કે આદેશ આપતી વખતે પ્રભાવના સાથે પૂજન વગેરેનો ખર્ચ અભિપ્રેત છે.
શક્ય હોય તો મૂળનાયક ભગવંતની પૂજાદિની કે બીજા મહત્ત્વના લાભ માટેની બોલીઓ પણ બોલાય તો તે દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ થવાથી સોનામાં સુગંધ જેવું થાય. પરંતુ બોલી બોલાવવાનું ફરજિયાત રહેતું નથી.
વળી, બાળજીવો આવાં અનુષ્ઠાનોમાં જોડાઈને અષ્ટપ્રકારી પૂજાના જાણકાર બનશે, પ્રભુ-ભક્તિની વાતો સાંભળીને પરમાત્મા પ્રત્યેના, સદ્ભાવવાળા બનશે. કેટલાક તો કાયમ માટે અષ્ટપ્રકારી પૂજા કરતા થઈ જશે. આમ જબરી ધર્મવૃદ્ધિ અને શાસન-પ્રભાવના થશે. દરેક વસ્તુ રૂપિઆ, આના, પાઈથી મૂલવવી ન જોઈએ.
સવાલ : [૩૪] દેરાસરમાં રોજ બોલતા અષ્ટપ્રકારી પૂજાના ચડાવાની રકમ કયા ખાતે જમા થાય ?