________________
૮
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
જવાબ : આ રકમ દેવદ્રવ્ય ખાતે-કલ્પિત દેવદ્રવ્ય ખાતે-જમા થાય. પરન્તુ બાર માસનો કેસર પૂજારી વગેરેનો ખર્ચ કાઢવા માટે જે ફંડ કે ચડાવા થાય છે તે પણ દેવદ્રવ્ય ખાતે જ જમા થાય, પરન્તુ પૂજાદેવદ્રવ્ય ખાતે જમા થાય.
સવાલ : [૩૫] પૂજામાં જો શુદ્ધ રેશમી વસ્ત્રો વપરાય કે શુદ્ધ કસ્તૂરી વગેરે વપરાય તે પ્રાય: હિંસક હોય છે. આજે આ વાતનો ખૂબ ઊહાપોહ થયો છે. તો શું કરવું ?
જવાબ : ભૂતકાળમાં આ બધી શુદ્ધ વસ્તુઓ પૂજામાં વપરાતી હતી. પરંતુ તે કાળે તે હિંસક ન હતી. કુદરતી રીતે મૃત્યુ પામેલા મૃગની કસ્તૂરી મેળવાતી. કોશેટામાંથી જીવ તે તોડીને બહાર નીકળી જાય પછી તે કોશેટાના તાંતણાનું રેશમી વસ્ત્ર બનતું. હવે આ બધું ધંધાકીય સ્વરૂપ પકડી ચૂકયું છે. એથી મોટો વેપાર કરવા આવું કુદરતી બધું ન જ મળે. એટલે જીવતા મારીને તે મેળવાય છે. મારવામાં ય અતિ ક્રૂરતા દાખવાય છે.
જો આ રીતે મેળવાતી વસ્તુઓ ધર્મકાર્યમાં વપરાતાં અજૈન લોકો જૈનધર્મની નિંદા કરે તો આ વસ્તુઓ વાપરવા અંગે સાવધાની રાખવી પડે. તે જીવોને દુર્લભબોધિ બનવામાં નિમિત્ત બનવું ન જોઈએ.
આવી વસ્તુઓથી પણ કોઈની ચિત્તપરિણતિ(નિશ્ચય) વધુ નિર્મળ થતી હોય તો પણ તેણે સંભવિત લોકનિંદા(વ્યવહાર)ને લક્ષમાં લેવી જોઈએ.
સાથે સાથે સુતરના કપડા માટે પણ ખેતર અને મિલના પ્રોસેસિંગમાં કેટલી હિંસા થાય છે, તેની પણ તપાસ કરવી જરૂરી છે. સૂતરના અને રેશમના કપડામાં થતી પંચેન્દ્રિય હિંસાની તુલના કરીને જેમાં હિંસા ઓછી હોય તે વાપરવું યોગ્ય ગણાય.
સવાલ : [૩૬] વિશિષ્ટ કોટિના દિવાળી જેવા મોટા દિવસોએ ભારે આંગી થાય તો ઘણાબધા જીવો પરમાત્મામાં આકષ્ટ બનીને લીનતા પામે. હવે કોઈ સાધારણ સ્થિતિનો માણસ તે દિવસની સાદી આંગી-સો રૂપિયાનો લાભ લે તો સ્વદ્રવ્યની સાદી આંગી કરવી ? કે દેવદ્રવ્યની રકમ ઉમેરીને પણ ભારે આંગી કરવી ?