________________
ધાર્મિક વહીવટ વિચાર જવાબ : બીજા ભાઈઓને પણ આ લાભમાં જોડીને સ્વદ્રવ્યની જ ભારે આંગી થાય તો સુંદર. નહિ તો શ્રીસંઘના અન્વયે પૂજા કે કલ્પિત દેવદ્રવ્યની રકમ ઉપયોગમાં લઈને ભારે આંગી કરી શકાય. આવી આંગી શાસનપ્રભાવનાનું, અનેક જીવોના બોધિનું કારણ બની શકે છે.
સવાલ : [૩૭] ભગવાન કરતાં દેવ-દેવીની મહત્તા વધી જાય તે યોગ્ય છે ?
જવાબ : જરાય નહિ. એ તો ભગવાનના દાસ છે. અરે ! દાસ (સાધુઓ, શ્રાવકો)નાં ય દાસ છે. એમનું મહત્ત્વ ભગવાન કરતાં જો કોઈ વધારે તો એ વ્યક્તિ ભગવાનની ઘોર આશાતના કરે છે. ભગવાનના સેવકો પણ પોતાની આવી ભક્તિથી કદી રાજી થતા નથી, ઊલટું ભગવાનનું મૂલ્ય આ રીતે ઘટાડનારાઓ તરફ તેઓ રોષે ભરાય છે. આસ્તો તેમનું સમ્યગ્દર્શન છે. ભગવાનના દાસ સ્વરૂપ-સમ્યગ્દષ્ટિ દેવ-દેવતાઓનેભગવાનના મંદિરમાં જે બેસાડાય છે તે, તેઓ પરમાત્માના ભૂક્ત છે. તેની રૂએ બેસાડાય છે, નહિ કે તેમની નવાગે પૂજા કરવા માટે. તેઓ શ્રાવકોના જેવા પ્રભુભક્તો છે. પ્રભુભક્તોને માત્ર લલાટે તિલક કરાય. જેમ સંઘપૂજનમાં શ્રાવક, શ્રાવિકાઓને લલાટે તિલક કરાય છે તેમ.
જેઓ પરમાત્મા કરતાં તેમનું મહત્ત્વ વધારે છે, તેમની આરતી વગેરેનું ઘી વધુ બોલે છે તેઓ પરમાત્માની સર્વહિતકારી શક્તિમાં વિશ્વાસ ધરાવતા નથી. ભગવાન વીતરાગ હોવાથી કાંઈ જ કરી શકતા નથી, દેવ-દેવતાઓ જ સરાગ હોવાથી ભક્તો ઉપર રીઝે છે અને બધું વાંછિત મેળવી આપે છે આવી તેવા દેવ-ભક્તોની માન્યતાના મૂળમાં ગેરસમજ પડેલી છે. તેઓની આ મોટી અજ્ઞાનતા છે. ભગવંતોની અચિન્ત શક્તિનો તેમને કશો જ ખ્યાલ જણાતો નથી. આવા ભક્તો દ્વારા જૈન સંઘમાં પરમાત્મા પ્રત્યેનો આદર ઘટાડવાનું કામ-અજાણપણે પણ થયું છે.
સવાલ : [૩૮] શિખરની ધજાની બોલી વંશવારસાગત બોલાય તે સારી કે પ્રતિ વર્ષ બોલાય તે સારી ?
જવાબ : હિંસાદિમાં રકમ વાપરતી બેંકોમાં દેવદ્રવ્યના પૈસા જમા ન થાય તેવું કરવું. વારસાગત બોલીમાં મોટી રકમ મળે પણ તે બેંકમાં જમા થાય. તેનું વ્યાજ જ વપરાય એટલે એના કરતાં પ્રતિવર્ષ બોલાય