________________
૮૩
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી તે સારું લાગે છે. છતાં આનો નિર્ણય વ્યક્તિગત સંઘ, દેરાસર વગેરેને અનુલક્ષીને કરવો જોઈએ.
સવાલ : [૩૯] દેરાસરજીમાં ઇલેક્ટ્રિક લાઇટ-પંખા હોઈ શકે ખરા ?
જવાબ : ના. ન જ હોવા જોઈએ શુદ્ધ ઘીના દીવા ગભારામાં હોય, રંગમંડપમાં કોપરેલ તેલના દીવા હોય એવી પરંપરા હતી. આ ઘીના દીવાના બે લાભ હતા. તેની અપ્રતીમ સુગંધ ભક્તના દિલને અને દિમાગને એવું તરબતર કરતી કે ભક્તજન ભક્તિરસમાં સહજ રીતે તરબોળ થઈ જતો. વળી ઘીના દીવાથી દૈવી તત્ત્વો ખેંચાઈ આવતાં હોવાનો બીજો લાભ છે.
ઇલેક્ટ્રિક લાઇટોમાં આ બન્ને લાભોનો છેદ ઊડી જાય છે. જ્યાં આવી લાઇટો હશે ત્યાં દેવો કદી આવશે ખરા ? વળી ઇલેક્ટ્રિકસિટી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ઘોરાતિઘોર હિંસા થતી હોય છે.
દીવાઓ જો પ્રકાશ માટે જ હોત તો તેના ઠેકાણે ઇલેક્ટ્રિક લાઇટોથી પ્રકાશ લાવી શકાત, પણ તેવું નથી. છેવટે ગભારામાં તો ઘીના દીવાબે સભ્યાના થોડાક સમય પૂરતા-રાખવા જોઈએ. આની મસ્તી કોઈ જુદી જ જામે છે.
રંગમંડપમાં ન છૂટકે લાઇટ રાખવી પડે તો તે એટલી ઝાંખી હોય અને તેની ઉપર કોઈ કવોટિંગ હોય જેથી ઊડતા જીવોથી ત્યાં જવાય જ નહિ. અન્યથા આ અતિ ઘોર હિંસા થઈ જશે.
લાઇટથી સસ્તું કરવા જતાં આપણે ભક્તિરસની ભરપૂર જમાવટ કરતા દીવા દૂર કરીને કેટલું બધું ગુમાવ્યું છે ?
વળી ઇલેક્ટ્રિકના દીવાની તીણ ગરમીથી પરમાત્માનું બિંબ કાળું પડતું જાય છે. ભક્તોની આંખો અકળાઈ ઊઠતાં તન્મયતા આવતી નથી.
સવાલ:[૪૦]સાધારણ ખાતાની આવક કરવા માટે દેરાસરજીની અંદર કે બહાર પદ્માવતીજી વગેરેની મૂર્તિ મૂકી શકાય ? તે સાધર્મિક છે એટલે તેમના ભંડારની આવક સાધારણમાં જઈ શકે. આમ થતાં આ રસ્તે દેવદ્રવ્યના અને સાધારણના તોટાનો બારમાસી પ્રશ્ન સહેલાઈથી ઊકલી જાય.