________________
૭૧
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી અન્ય ઉદેશમાં વાપરી શકાય નહિ. કસ્તૂરબા ફંડની રકમ ગાંધીજીએ બંગાળના દુષ્કાળમાં રાહત માટે વાપરવાની મનાઈ કરીને તે માટે અલગ મોટું ફંડ કરી આપ્યું હતું. અન્ય ઉદેશમાં રકમ વાપરવાથી દાતાનો વિશ્વાસઘાત થાય છે.
દેવદ્રવ્યના ખાતા પાસે માત્ર ૨૦-૨૫ ક્રોડ કે ૫૦ ક્રોડ છે. જૈન શ્રીમંતોની પાસે અબજો રૂપિયા છે. મુંબઈમાં જ ૧૦૦-૧૦૦ ક્રોડ રૂપિયા ના માલિક જૈનો સો થી વધુ છે. માનવતાનાં કાર્યોમાં આ શ્રીમંતો જ ભરપૂર ઔદાર્ય શા માટે ન દાખવે ? એમની પણ નજર દેવદ્રવ્ય ઉપર કેમ પડે છે ?
વળી ભારતમાં એવાં હજારો દેરાસરો છે જેના જીર્ણોદ્ધાર માટે હાલની દેવદ્રવ્યની પ૦ ક્રોડની રકમ ધૂળની ચપટી જેટલી છે. દેવદ્રવ્યના ખાતાની રકમ સૌ પ્રથમ તો જીર્ણોદ્ધારમાં જ વાપરવી જોઈએ ને ? // કેટલાક ટ્રસ્ટીઓ પોતાના ટ્રસ્ટની દેવદ્રવ્ય ખાતાની લાખોની રકમ ઉપર મોહબ્ધ બન્યા છે. જરૂર છતાં તે તે દેરાસરોના જીર્ણોદ્ધારમાં વાપરતા નથી. આથી જ સહુની નજરે ચડી ગઈ છે તે દેવદ્રવ્યની રકમ.
ગરીબોની વહારે દોડી જવાની વાત કરનારાઓ આ બુદ્ધિજીવી અને સ્વાર્થી વર્ગમાં પૂજાતા હોય છે. એવું જાણીને કેટલાક લોકો આવી વાતો ચીપી ચીપીને કરતા હોય છે. બાકી એમના કાંડાના ઘડિઓળનો હીરાજડિત પટ્ટો પણ માનવતાના કાર્યમાં દાનરૂપે આપી દેવા તેઓ લગીરે તૈયાર હોતા નથી.
સવાલ : [૧૮] અનીતિના ધનથી બનતાં જિનમંદિરોમાં તેજ આવે ખરું ?
જવાબ : સાવ, ન જ આવે એમ તો ન કહેવાય. શાસ્ત્રકારોએ કોઈ પણ ધાર્મિક કાર્યમાં નીતિના ધનનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો
પણ સબૂર ! હાલ નીતિ કોને કહેવી ? એ લાખ ડોલરનો સવાલ છે. જેને કાળો બજાર કહેવામાં આવે છે તેનું ધન શું અનીતિનું ગણવું જોઈએ ? જે ઇન્કમટેક્સની ચોરી કહેવામાં આવે છે તેને ખરેખર ચોરીનું ધન કહેવાય ?