________________
૭૦
ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૧૫] તીર્થરક્ષાના કાર્યમાં દેવદ્રવ્યની રકમ વપરાય ખરી?
જવાબ : હા. તીર્થરક્ષા એ એક પ્રકારની દેવપૂજા છે માટે જરૂર વપરાય. એટલું ખ્યાલમાં રાખવું કે આ રકમ અજૈન વકીલો વગેરેને અપાય. તીર્થરક્ષાના પ્રચાર માટેનાં સાહિત્યનો ખર્ચ પણ દેવદ્રવ્યમાંથી જરૂર પડે તો કરી શકાય. જો કે સાહિત્ય માટે આજે તો જોઈએ એટલી જ્ઞાનખાતાની રકમ પણ મળી શકે છે.
સવાલ :[૧૬] હાલમાં દેરાસરનાં આભૂષણાદિની ખૂબ ચોરીઓ થાય છે. તો શું કરવું ?
જવાબ : જો ચોરી જડબેસલાક અટકાવી શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તો પહેલો નંબર, નહિ તો જો કે આભૂષણ-પૂજા બંધ કરાય નહિ, પરંતુ નાછુટકે (શત્રુંજયની યાત્રા એક વાર શ્રી સંઘને બંધ કરવાની ફરજ પડી હતી તેમ) આભૂષણો બનાવવાનું બંધ રાખવું. આભૂષણોની ભેગા ભગવાન (પંચધાતુના) પણ સોનાના સમજીને ચોરાઈ જાય, પછી ગળાઈ જાય એ કેવી ધાર આશાતના છે ! દિવસે દિવસે
રી, લૂંટફાટ વધવાનાં, પોલીસોનું સંરક્ષણ નહિ મળવાનું. આ સ્થિતિમાં દેરાસર મધરાતે પણ જો ખુલ્લું હોય તો ચોર કશું ય તેમાંથી મેળવી શકે નહિ તેવી સ્થિતિમાં દેરાસર રાખવું.
કાશ ! આ બધી વાતો ઠેર ઠેર સમજાવવા છતાં શ્રીસંઘોનો આભૂષણ મોહ ઘટતો નથી. ચાલી આવતી ઘરેડમાંથી વહીવટદારો બહાર નીકળી શકતા નથી !
આભૂષણો નહિ ચોરાય તો ય છેવટે ભારત સરકાર એ બધું કાયદાની કલમના ઘોદે કબજે કરી લેશે તો ? આ ય મોટી બલા જ છે ને ?
સવાલ : [૧૭] શું ગરીબ લોકોના કલ્યાણ માટે દેવદ્રવ્યની જંગી સંપત્તિ વાપરવી ન જોઈએ ?
જવાબ : આજની ગરીબી, બેકારી, બીમારી અને મોંઘવારી કૃત્રિમ છે : માનવસર્જિત છે. માટે જ તેનું આભ ફાટયું છે. અબજો રૂપિયાથી પણ આ આભને થીગડું પણ લાગી શકે તેમ નથી.
બીજી વાત એ છે કે ધર્મક્ષેત્રમાં જે ઉદેશની જે રકમ હોય તે