________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
માટે દેરાસરનાં તે કેસરાદિની વ્યવસ્થા સ્થાનિક જૈનો તથા બહારગામથી આવેલ પૂજાની સામગ્રી વિનાના જૈનો વગેરે માટે જ હોય છે.
કલ્પિત-દેવદ્રવ્યનું કે જિનભક્તિ-સાધારણનું એ માટેનું દ્રવ્ય છે, જે આ ઉપયોગમાં લેવાય છે. એટલે દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી પૂજા કરવી જ ન જોઈએ અથવા તેવી પૂજા કરવાથી પાપ બંધાય-તેવું કહી શકાય નહિ. આમાં પરિસ્થિતિ કારણ છે. અથવા ધન-મૂર્છા પણ કારણ બની શકે છે. આવી ધર્મની ક્રિયા કરનાર પાપ બાંધે એવું બોલવું યોગ્ય નથી. હા, ધનમૂર્ચ્યા ઉતારીને ધનવાન શ્રાવક સ્વદ્રવ્યથી પૂજા કરે તો તે વિશિષ્ટ પુણ્ય બાંધે, તેમાં તેનો ભાવોલ્લાસ વધે, એનો પણ એને બહુ મોટો લાભ મળે. એવું તો ન કહેવાય કે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરનાર લોકો પાપ બાંધે. એવો પણ એકાન્તે આગ્રહ ન રખાય કે સ્વદ્રવ્યથી * જ પૂજા કરવી જોઈએ. પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરનારને પણ સમ્યક્ત્વની
મ
શિખરજી વગેરેની તીર્થયાત્રા, ઉપધાન-તપ, છ'રી પાલિત સંઘ વગેરેની પાછળ કેટલાક શ્રીમંતો સ્વદ્રવ્ય લગાડે છે, તેમાં જે સેંકડો ધર્મીજનો જોડાય છે તેમને તો પરદ્રવ્યથી જ ધર્મ કરવાનો થાય છે. તો શું હવે આ પરદ્રવ્યની તીર્થયાત્રાદિ કરવાથી પાપ બંધાય ? શું એ યાત્રિકોનો ભાવોલ્લાસ એમને સમ્યગ્દર્શન વગેરેની ભેટ કરી શકે જ નહિ ? સ્વદ્રવ્યથી જ ધર્મ કરવાની જેઓ વાતો કરે છે તેઓ આવાં યાત્રાદિ ધર્મકાર્યોનાં આયોજનની પ્રેરણા વગેરે કેમ કરે છે ? અલબત્ત બધે જ વિવેકથી વર્તવું
જોઈએ.
૬૯
શેઠની સ્વદ્રવ્યની રસોઈ, જો શેઠનો નોકર ભારે ભાવોલ્લાસથી મુનિને વહોરાવે તો તે પુણ્ય બાંધે કે નહિ ?.હરણ, બળદેવ અને રથકારનું દૃષ્ટાન્ત અહીં વિચારવું જોઈએ.
સ્વદ્રવ્યથી એક સો રૂપિયા ની જ આંગી થઈ શકે તેવી એક માણસની આર્થિક સ્થિતિ હોય તો શું પૂજા-દેવદ્રવ્યની કે કલ્પિત-દ્રવ્યની તેમાં ઉમેરીને રકમ બે હજાર રૂપિયા ની આંગી કરી શકાય જ નહિ ? એથી દોષ લાગે? બેશક વ્યક્તિગત મનમાની રીતે એમ ન થઈ શકે પરન્તુ શ્રી સંઘ જરૂર એ રીતે દેવદ્રવ્યનો યોગ્ય સદુપયોગ કરી શકે.