________________
૬૮
ધાર્મિક વહીવટ વિચાર પણ બરોબર જણાતી નથી. ફળ મૂકવા દ્વારા જે ભાવોલ્લાસ જાગે છે. તે રૂપિયા મૂકીને જગાડી શકતો નથી. વળી ફળપૂજા ઊડી જાય.
બધી વાતો રૂપિયા-આના-પાઈમાં મૂલવવી તે યોગ્ય લાગતું નથી.
સવાલ : [૧૨] દેરાસરજીમાં ચડેલાં ફળ-નૈવેદ્યનું શું કરવું જોઈએ?
જવાબ : જો તેની ઉપર પરંપરાગત રીતે પૂજારીનો હક્ક ચાલ્યો આવતો ન હોય તો તે વેચીને રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરવી.
કેટલીક વાર આ વસ્તુઓ પૂજારી સહિત અન્ય અજૈનોને પણ આપવી પડે. ક્યારેક તીર્થરક્ષાદિ માટે અજૈન કોમની પણ જરૂર પડે. એવા સમયે આ વસ્તુઓ પ્રસાદરૂપે તેમને અપાય : મોટા મહોત્સવમાં ઘણાં ફળાદિ મળે અને તે બધું તે કોમના લોકોને અપાય-તો તેઓ પ્રસન્ન રહે અને કદાચ સદા માટે એવું અભયવચન જૈનસંઘને આપે કે- “આરામથી ઊંઘજો. તમારું મંદિર હવે અમારું મંદિર. એને ઊની આંચ ન આવે તેની તમામ જવાબદારી અમારી.” -
ફળને વેચીને દેવદ્રવ્યની રકમ મળે તે કરતાં આ અભયવચનની કિંમત ઘણી મોટી છે. ફળાદિને વેચવાથી કદાચ બાર મહિને પાંચ-પચીસ હજાર રૂપિયાની આવક થાય, પણ બીજી બાજુ ચોરી થાય અને લાખોના દાગીના જાય તો સરવાળે ઘણું મોટું નુકસાન થાય.
સવાલ : [૧૩] દેરાસરમાં ચડેલી બદામ વગેરે વેચ્યા બાદ તે જ બદામ તે દુકાનેથી વેચાતી લઈને (અજાણપણે) દેરાસરમાં મુકાય તો દોષ ન લાગે ?
જવાબ : અજાણપણામાં આમ થતું હોય તો દોષ લાગવાનો સંભવ નથી. વળી બદામ ચડાવતાં ભાવોલ્લાસ વધે તો ગુણ વધારે થાય.
પરન્તુ આવું ન બને તે માટે આવાં ચડેલાં દ્રવ્યો, દૂરનાં નગરોમાંઅજૈનોની વસ્તી વચ્ચેની દુકાનોમાં વેચવાં જોઈએ. શક્ય એટલી કાળજી કરવી એ આપણો ધર્મ....પછી છેવટે તો ભવિતવ્યતા બળવાન છે..
સવાલ :[૧૪] જેની આર્થિક સ્થિતિ સારી ન હોય તે દેરાસરનાં કેસરાદિથી પૂજા કરી શકે ?
જવાબ: હા, તે શ્રાવકોના જીવનમાં સમ્યકત્વની કરણીના સ્થિરીકરણ