________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જોઈએ. તેમને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઈટીનો લાભ, બોનસ તથા વાર્ષિક અમુક રજાઓ વગેરે તમામ લાભો-કામદારવર્ગને મળતા હોય તે-આપી દેવા જોઈએ. જો માણસને આ રીતે ડાબર સાચવી લેવાય, તેના ઘરના લગ્નાદિના વ્યાવહારિક પ્રસંગો અને માંદગી વગેરેના સમયમાં તેના પ્રત્યે મોટું ઔદાર્ય દાખવાય તો ચોરી કરવાથી માંડીને તોફાનો કરવાની વૃત્તિ તેને પ્રાય: નહિ જાગે. યુનિયનવાળા લાખ મહેનત કરીને પણ તેને ઉશ્કેરી શકશે નહિ.
આવું ઔદાર્ય દેખાડાશે અને કાયદેસર રીતે તેમને મળતા લાભો જો બરોબર અપાશે તો કદી કોઈ વાંધો આવશે નહિ.
બાકી ટૂંકા પગાર, વાતે વાતે અપમાન, વધુ પડતો કામબોજ જો રહેશે તો પૂજારી માત્ર આશાતનાઓ જ નહિ કરે, પણ દાદા બનશે, ચોર બનશે, લૂંટારુ બનશે......શું નહિ બને તે સવાલ થશે.
/ જો પૂર્વની જેમ જાતે જ બધું કામ કરી લેવાની-શ્રાવક-શ્રાવિકાઓનીવ્યવસ્થા જીવંત કરી દેવાય તો આમાંનો કોઈ સવાલ ઊભો નહિ થાય.
સવાલ:[૧૧]દેરાસરના ભંડારના ચોખા, બદામ વગેરે પૂજારીને . આપવાં જ જોઈએ ?
જવાબ : ના....જો તેને પૂરતો પગાર અપાતો હોય, આંગી કરે ત્યારે વિશેષ ભેટ પણ અપાતી હોય તો ચોખા, બદામ વેચીને તેની આવક દેવદ્રવ્ય ખાતે જમા કરવી જોઈએ. પણ જો પગાર પેટે તે બધું આપીને રોકડ પગાર ઓછો અપાતો હોય, પરંપરાગત રીતે પૂજારીનો તે બધી વસ્તુ ઉપર હક્ક ચાલી આવતો હોય તો તે વસ્તુઓ તેને આપી દેવી પડે. આ તેની ભાવનાનો સવાલ છે. હક્કની વાત છે, એટલે એવા સ્થળે દેવદ્રવ્યની આવક કરવાનો પ્રશ્ન ગૌણ બનાવવો પડે. કેટલાક કહે છે કે જો આ રીતે ફળાદિ પૂજારીને આપવાનાં થતાં હોય તો ફળ મૂકનાર ભક્ત તે ફળની જે બજાર કિંમત હોય તેટલા રૂપિયા ભંડારમાં નાંખી દેવા. અર્થાત્ બે રૂપિયાનું ફળ મૂકવું અને બે રૂ. દેવદ્રવ્યના ભંડારમાં નાંખવા. આ વાત ઇચ્છનીય નથી. કેમકે જો આ રીતે ડબ્બલ રકમ વાપરવાની આવે તો મધ્યમ વર્ગના ઘણા લોકો ફળ મૂકવાનું બંધ કરી દે.
વળી, ફળ મૂકયા વિના-ફળની જગાએ બે રૂ. મૂકી દેવાની વાત