________________
ધાર્મિક વહીવટ વિચાર મળતી નથી. આ કામો માટે શ્રાવકોએ પૂજારી રાખવાનું શરૂ કરેલ છે. ભગવાનને લગતી બધી જ ક્રિયાઓ જાતે કરવાથી આશાતનાનું નિવારણ થાય અને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાન થાય, માટે ખરેખર તો શ્રાવકોએ આ બધાં કાર્યો જાતે કરવાં જોઈએ.
સવાલ : [૯] દેવદ્રવ્યનો પગાર લેતા પૂજારી પાસે સાધુ-સાધ્વીનું કામ કરાવાય ? ટ્રસ્ટીઓ પોતાનાં શાકભાજી આદિ લાવવાનાં કામ કરાવી શકે ?
જવાબ : કદાપિ નહિ. ઘણો મોટો દોષ લાગે. આ દોષમાંથી ઊગરવા પૂજારીને જે પગાર અપાય તેના પચાસ ટકા ચોખ્ખા સાધારણ-નો પગાર આપવો. આથી સાધુ-સાધ્વીને દેવદ્રવ્ય સંબંધિત દોષ લાગે નહિ. પણ આમ કરાય તો ય ગૃહસ્થો-ટ્રસ્ટી વગેરે- તેની પાસે પોતાનાં કામ તો ન જ કરાવી શકે. સાધારણનું દ્રવ્ય તે ધર્માદા-દ્રવ્ય છે. તેનો ઉપયોગ શેઠીઆ લોકો શી રીતે કરી શકે ?
" સવાલ : [૧૦] પૂજારીઓ અને મુનીમો દેરાસરના ‘દાદા” બની જતા હોય તેવું વાતાવરણ સર્જાતું જાય છે. આ બાબતમાં શું કરવું?
જવાબ : આ વાત મહદંશે સાચી છે. હમણાં જ એક સ્થળે ટ્રસ્ટીએ પૂજારીની ગેરવર્તણૂક બદલ ઠપકો આપ્યો તો તે એટલો બધો ક્રોધે ભરાયો કે આરતિ માટે સાંજે મંદિર ખોલીને તેણે એક જિનપ્રતિમા ઉપર ધોકો મારીને તેના ટુકડા કરી નાંખ્યા. બીજે સ્થળે આ જ રીતે ક્રોધે ભરાએલા પૂજારીએ દેરાસરમાં ઝાડો પેશાબ કરી નાંખ્યાં. અન્યત્ર આવી સ્થિતિમાં ગામના બધા પૂજારીઓ હડતાલ ઉપર ઊતર્યા, જેમાં છેવટે ટ્રસ્ટીઓને જ નમતું જોખવું પડ્યું.
પૂજારીઓનાં યુનિયન બનવા લાગ્યાં છે. યુનિયનવાળાઓ ગામેગામ પૂજારીઓને યુનિયનમાં જોડે છે. તેમની પાસે ટ્રસ્ટીઓ સમક્ષ ઊંચા પગાર, “ આઠ કલાકનું જ કામ વગેરે માંગણીઓ મુકાવે છે. તેમને હડતાળ ઉપર ઉતારે છે. આ રીતે ઘણું તોફાન કરાવે છે. જ્યારે યુનિયનોનો સાથ મળે ત્યારે પૂજારીઓ અને મુનીમો દાદા કેમ ન બને ?
આ બધી સ્થિતિમાંથી મુક્તિ મેળવવી હોય તો પૂજારીઓના અથવા જીવન-નિર્વાહમાં તકલીફ ન પડે તે રીતે પગાર ધોરણ ઊંચા કરી દેવાં