________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાં ક્યા સ્વરૂપનું દેવદ્રવ્ય બને ? એ સવાલનો જવાબ વિ.સં. ૨૦૪૪ની સાલના સંમેલનીય ગીતાર્થ જૈનાચાર્યોએ સર્વાનુમતે એવો આપ્યો છે કે તે કલ્પિત-દેવદ્રવ્ય બને. પૂર્વના કાળમાં આ ઉછામણી હતી નહિ, પરન્તુ છેલ્લા બે સૈકામાં આ પ્રથા શરૂ થઈ ‘સંબોધ પ્રકરણ ગ્રન્થમાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે “જિનભક્તિ નિમિત્તે આચરણા દ્વારા પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય કહેવાય.” તે રકમનો ઉપયોગ ઉપર્યુક્ત બાબતોમાં થાય તથા જીર્ણોદ્ધારાદિમાં પણ થાય.
આ વાતને મહાગીતાર્થ જૈનાચાર્યો પૂ. પાદ શ્રીમદ્ સાગરાનન્દસૂરીશ્વરજી મ.સા. (સુરત આગમ મંદિરનું-બંધારણ જુઓ), અમારા - તરણતારણહાર ગુરુદેવ સ્વ. પૂ. પાદ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ (વિ.સં. ૨૦૦૭ની સાલમાં તેમના દ્વારા આ અંગે તૈયાર કરાએલું લખાણ જુઓ.), પૂ. પાદ શ્રીમદ્ રવિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.(તેમના પ્રશ્નોત્તર વાંચો) ziulat SALUS. VUdpradhan.com
આ કલ્પિત દેવદ્રવ્યનું બીજું નામ “જિન-ભક્તિ સાધારણ” પણ કહી શકાય. ના.....આ રકમનો ઉપયોગ સાત ક્ષેત્રના સાધારણમાં કદી ન થઈ શકે.
આ એક વ્યવસ્થા છે. હવે કોઈ પુણ્યવાન વ્યક્તિ બાર માસનાં કેસરાદિ પોતે જ આપી દે, અથવા પૂજારી વગેરેને પગાર પોતે (સ્વદ્રવ્ય) આપે તો તે અતિ ઉત્તમ કહેવાય. આમાં તે વ્યક્તિને ધનપૂર્ણા ઉતારવાનો વિશિષ્ટ લાભ મળે. તેનો વર્ધમાન ભાવોલ્લાસ વિપુલ પુણ્યબંધનું કારણ બને.
ઘણે ઠેકાણે બાર માસના કેસરાદિના ચડાવા બોલાય છે. આ રકમને ‘પૂજા દેવદ્રવ્ય’ કહેવી જોઈએ. આ પદ્ધતિ ખૂબ સારી છે.
જો કે પૂર્વના કાળમાં ગુરખા હતા. પણ પૂજારી ક્વચિત જ હતા. આજે તો ગુખાની ફરજ પણ મોટાભાગે પૂજારીઓ જ બજાવે છે. પૂજા અંગે તો શ્રાવકો જ તેનું બધું કામ જાતે કરી લેતા. શ્રાવિકાઓ કાજો કાઢવાથી માંડીને અંગલૂછણા, વાટકીઓ સાફ કરવા સુધીનું, આરતી તૈયાર કરવાનું, રૂની દિવેટો બનાવવાનું તમામ કામ કરી લેતી.
આજે આવું કામ કરવાની અનુકૂળતા શ્રાવક વર્ગમાં બહુધા જોવા ધા.વ.-૫